અબ્બાસ મસ્તાનનું ડિજિટલ ડેબ્યુ : શરમન જોષી લીડ રોલમાં

18 May, 2020 08:35 PM IST  |  Ahmedabad | Mumbai Correspondence

અબ્બાસ મસ્તાનનું ડિજિટલ ડેબ્યુ : શરમન જોષી લીડ રોલમાં

અબ્બાસ-મસ્તાન

શરમન જોષી હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. Alt બાલાજીની વેબ-સિરીઝ ‘બારિશ’ને લીધે શરમન જોષીને ઘણી પ્રશંસા મળી છે અને તાજેતરમાં જ ‘બારિશ’ની બીજી સીઝન પણ રિલીઝ થઈ ગઈ છે. હવે આ અભિનેતા ‘પેન્ટ હાઉસ’ નામની નેટફ્લિક્સ પર ઓરિજિનલ સિરીઝમાં જોવા મળશે. આ એક સાયકોલૉજિકલ થ્રિલર શો હશે જેને ‘અજનબી’, ‘હમરાઝ’, ‘રેસ’ ફેમ ડિરેક્ટર બેલડી અબ્બાસ-મસ્તાન ડિરેક્ટ કરવાના છે.

સસ્પેન્સ અને થ્રિલર ડ્રામા જોનર માટે જાણીતા અબ્બાસ-મસ્તાન બર્માવાલા આ શોથી ડિજિટલ ડેબ્યુ કરવાના છે અને શરમન જોષી તેમાં લીડ રોલ ભજવવાનો છે. જો લૉકડાઉન ન હોત તો આ વેબ-શોનું શૂટિંગ એપ્રિલથી શરૂ થઈ ગયું હોત, પણ હવે બધું થાળે પડે પછી જ એ શરૂ કરવામાં આવશે. મૂળ ગુજરાતી અબ્બાસ-મસ્તાને છેલ્લે અબ્બાસ બર્માવાલાના પુત્ર મુસ્તફા બર્માવાલાને લઈને ‘મશીન’ નામની રોમૅન્ટિક-થ્રિલર ફિલ્મ બનાવી હતી જે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ હતી. હવે નેટફ્લિક્સ પર આ ડિરેક્ટર બેલડી શું કમાલ કરે છે એ જોવા સિનેરસિકો આતુર છે.

abbas-mustan sharman joshi web series entertainment news