Ashram 2: પ્રકાશ ઝાએ કરણી સેનાને આપ્યો આ જવાબ...

06 November, 2020 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ashram 2: પ્રકાશ ઝાએ કરણી સેનાને આપ્યો આ જવાબ...

તસવીર સૌજન્યઃ પ્રકાશ ઝાનું ટ્વીટર અકાઉન્ટ

આશ્રમ ચેપ્ટર 2: ધ ડાર્ક સાઈડ’નું ટ્રેલર આવી ગયું છે અને લોકોમાં ફરી તેની ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ એક તરફ વિવાદ પણ ચાલી રહ્યો છે અને આ વેબ સીરિઝનો વિરોધ પણ થઈ રહ્યો છે. સિરીઝ પર વિવાદ ઊભો કરવા બાબતે નિર્માતા પ્રકાશ ઝા(Prakash Jha)એ રાજપૂત કરણી સેના પર નિશાન સાધ્યું છે.

પ્રકાશ ઝાએ એક વાતચીતમાં કહ્યું, ‘હું તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનારો કોણ છું? પહેલી સીઝન પર અમને 40 કરોડ વ્યૂ મળ્યા હતા. મને લાગે છે કે દર્શક આ વાતનો નિર્ણય કરશે કે સિરીઝથી નકારાત્મકતા ફેલાઈ રહી છે કે સકારાત્મકતા.’

આ પહેલાં કરણી સેના મેદાનમાં ઉતરી હતી અને આ સીરિઝનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કરણી સેનાના મહારાષ્ટ્રના પ્રદેશ સંગઠન મંત્રી સુરજીત સિંહે એક નોટિસ પણ લખી હતી. નોટિસમાં એવું કહેવામાં આવ્યું હતું કે ‘આશ્રમ ચેપ્ટર 2ના ટ્રેલરે મોટા પ્રમાણમાં હિન્દૂ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સાથે જ હિન્દૂ ધર્મની નેગેટિવ ઇમેજ આવનારી પેઢી સામે રાખવામાં આવી રહી છે. ટ્રેલરમાં જે રોલ છે તે કોઈ વ્યક્તિ વિશેષને ટાર્ગેટ નથી કરી રહ્યા પણ જૂની પરંપરાઓ, રિવાજ, હિન્દૂ સંસ્કૃતિ, આશ્રમ ધર્મને અયોગ્ય રીતે દેખાડવામાં આવ્યું છે જેથી લોકો ભ્રમિત થઇ રહ્યા છે.

prakash jha web series entertainment news bobby deol