'શી' દિલ્હીની એક લેડી કૉન્સ્ટેબલ પર આધારિત

05 March, 2020 12:31 PM IST  |  Rajkot

'શી' દિલ્હીની એક લેડી કૉન્સ્ટેબલ પર આધારિત

ઇમ્તિયાઝ અલી

નેટફ્લિક્સની આગામી વેબ-સિરીઝનું નામ છે ‘શી’. જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને રાઇટર ઇમ્તિયાઝ અલીએ લખેલી આ ‘શી’ દિલ્હીની એક લેડી કૉન્સ્ટેબલ પર આધારિત છે. પોતાની જૉબમાં ખાસ કશું ઉકાળી નહીં શકનારી આ લેડી કૉન્સ્ટેબલ એક વખત બહુ મોટું જોખમ ઉઠાવે છે અને પરિવાર તથા પતિને પણ ખબર ન પડે એ રીતે ડ્રગ્સમાફિયાને પકડવા માટે તે પોતે પ્રોસ્ટિટ્યુટ બનીને દરરોજ રેડલાઇટ એરિયામાં જવાનું શરૂ કરે છે. આ દરમ્યાન તેને જાતજાતના અનુભવ થાય છે, પણ અંતે તે માફિયા પકડાય છે. જોકે એ પછી પણ વાત પૂરી નથી થતી. તે લેડી કૉન્સ્ટેબલ પર હવે જોખમ વધી રહ્યું છે.

દિલ્હી પોલીસે તે કૉન્સ્ટેબલનું નામ ક્યારેય જાહેર ન થાય એની કાળજી રાખી તો સાથોસાથ એક મોટો પ્રૉબ્લેમ એ પણ થયો કે તે દુનિયાની નજરે ચડી ન જાય એ માટે તેને વર્ષો સુધી પ્રમોશન પણ આપવામાં આવ્યું નહીં. આ જ કિસ્સા પર હવે નેટફ્લિક્સ ‘શી’ નામની વેબ-સિરીઝ લાવી રહી છે.

‘શી’ની આગળની સીઝનમાં પણ આ જ પ્રકારની છુપાયેલી નારીશક્તિને બહાર લાવવાનું પ્લાનિંગ વિચારવામાં આવ્યું છે.

imtiaz ali web series entertainment news netflix