કિંગ ખાને બાર્ડ ઑફ બ્લડના નબળા પ્રતિસાદ પછી શું કર્યું?

22 January, 2020 06:09 PM IST  |  રાજકોટ

કિંગ ખાને બાર્ડ ઑફ બ્લડના નબળા પ્રતિસાદ પછી શું કર્યું?

ઈમરાન હાશ્મી

શાહરુખ ખાનના હોમ પ્રોડક્શનમાં બનેલી અને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘બાર્ડ ઑફ બ્લડ’ને અત્યંત કંગાળ રિસ્પોન્સ મળતાં શાહરુખ ખાન અને નેટફ્લિક્સ બન્ને હેબતાઈ ગયા છે. શાહરુખ ખાન નેટફ્લિક્સ સાથે ત્રણ પ્રોજેક્ટ પર કામ કરે છે, જે ત્રણેત્રણ પ્રોજેક્ટને શાહરુખ ખાન અને નેટફ્લિક્સ બન્નેની ક્રીએટિવ ટીમે રિવ્યુ પર લઈને જરૂરી સુધારા-વધારાઓ પર ધ્યાન આપવાનું ચાલુ કરી દીધું છે.

‘બાર્ડ ઑફ બ્લડ’ને ઍમેઝૉન પ્રાઇમની ‘ધી ફૅમિલી મૅન’ સાથે સીધી કૉમ્પિટિશન હતી, પણ આ કૉમ્પિટિશનમાં ‘ધી ફૅમિલી મૅન’ આગળ નીકળી ગઈ અને ‘બાર્ડ ઑફ બ્લડ’ બોરિંગ પુરવાર થતાં શાહરુખ ખાનને પણ ઝટકો લાગ્યો છે. એ યાદ હશે કે નેટફ્લિક્સે સાડાત્રણ વર્ષ પહેલાં ઇન્ડિયામાં એન્ટર થઈને સૌથી પહેલો વેબ-સિરીઝનો કૉન્ટ્રૅક્ટ જો કોઈ સાથે કર્યો હોય તો એ રેડ ચિલીઝનો આ પ્રોજેક્ટ હતો.

આ પ્રોજેક્ટ પર અગિયારથી પણ વધારે રાઇટરે જુદા-જુદા તબક્કે કામ કર્યું અને ફાઇનલી એ જ બન્યું, ઝાઝા રસોઇયાઓએ શાહરુખની આ વેબ-સિરીઝ બગાડી નાખી.

emraan hashmi Shah Rukh Khan television news web series