વર્જિન ભાસ્કર પહેલાં હતી વર્જિન વિદ્યા

22 January, 2020 01:45 PM IST  |  Mumbai Desk

વર્જિન ભાસ્કર પહેલાં હતી વર્જિન વિદ્યા

બાલાજી ટેલિફિલ્મસના ડિજિટલ પ્લૅટફૉર્મ પર ગયા મહિને રિલીઝ થયેલી ‘વર્જિન ભાસ્કર’નો મૂળ વિષય જુદો હતો. એ વેબ-સિરીઝ જ્યારે લખવામાં આવી ત્યારે એનું લીડ કૅરૅક્ટર ભાસ્કર નહીં પણ વિદ્યા હતું અને વેબ-સિરીઝનું ટાઇટલ પણ ‘વર્જિન વિદ્યા’ હતું. આખી વેબ-સિરીઝ વિદ્યાના દૃષ્ટિકોણથી કહેવાઈ હતી. વેબ-સિરીઝ ક્રીએટિવ ટીમ પાસેથી પાસ પણ થઈ ગઈ અને કાસ્ટિંગની પણ શરૂઆત થવાની તૈયારીઓ ગણાઈ રહી હતી પણ એ પછી અચાનક જ એવું નક્કી કરવામાં આવ્યું કે વેબ-સિરીઝ વિદ્યા એટલે કે છોકરીના દૃષ્ટિકોણથી નહીં પણ મેલ-ઓરિએન્ટેડ કરી નાખવી. ‘વર્જિન વિદ્યા’ નામ સાથે ગરબડ લાગતી હોવાથી આ વિચાર કરવામાં આવ્યો હતો.

ઍમેઝૉન અને નેટફ્લિક્સ પછીના ક્રમે ઇન્ડિયામાં જોવાતું કોઈ પ્લૅટફૉર્મ હોય તો એ બાલાજીનું પ્લૅટફૉર્મ છે, આવા સમયે સોસાયટીમાં ખોટો ઊહાપોહ મચાવવો ન જોઈએ એવું ધારીને ‘વર્જિન વિદ્યા’ની મૂળ વાર્તાને બદલીને એને મેલ-ઓરિએન્ટેડ કરવામાં આવી અને ‘વર્જિન વિદ્યા’માંથી ‘વર્જિન ભાસ્કર’ કરવામાં આવી. આ આખી ઘટનાને ડિજિટલ પ્લૅટફૉર્મનું પહેલું જેન્ડર ચેન્જ ઑપરેશન ગણી શકાય.

balaji telefilms ekta kapoor web series