વિક્રમ ભટ્ટ કરશે ડિરેક્ટ રિયલ ઘોસ્ટ સ્ટોરી પરની વેબ-સિરીઝ ભૂત હૂં મૈં..

23 January, 2020 04:05 PM IST  |  મુંબઈ

વિક્રમ ભટ્ટ કરશે ડિરેક્ટ રિયલ ઘોસ્ટ સ્ટોરી પરની વેબ-સિરીઝ ભૂત હૂં મૈં..

વિક્રમ ભટ્ટ

ડિજિટલ પ્લૅટફૉર્મ પર હવે ધીમે-ધીમે આગળ વધતા જતા સોની ગ્રુપના ડિજિટલ પ્લૅટફૉર્મ સોની લિવ પર ‘ભૂત હૂં મૈં’ નામની વેબ-સિરીઝ ફાઇનલ કરવામાં આવી છે. એકેક કલાકના એપિસોડની આ સિરીઝમાં ૧૨ એપિસોડ હશે. આ તમામ વાર્તા સત્યઘટના પર આધારિત રહેશે તો સાથોસાથ અત્યારે એ જગ્યાએ શું છે કે પછી જેને અનુભવ થયો છે એ વ્યક્તિ શું કરે છે એ પણ રિયલ ફુટેજ સાથે દેખાડવામાં આવશે. આ વેબ-સિરીઝ વિક્રમ ભટ્ટ ડિરેક્ટ કરશે.

આ પણ વાંચો : એકવીસ શહીદ પર જે. પી. દત્તાની વેબ-સિરીઝ શહીદ

‘ભૂત હૂં મૈં’ના દરેક એપિસોડમાં એક બૉલીવુડ-સ્ટાર જોડાય એવો પ્રયાસ અત્યારે સોની લિવ કરે છે, જ્યારે વિક્રમ ભટ્ટ ઇચ્છે છે કે આ સિરીઝથી બિપાશા બાસુનું કમબૅક કરાવવું. જોકે હજી સુધી બિપાશા તરફથી કોઈ જવાબ આવ્યો નથી એ પણ એટલું જ સાચું છે.

vikram bhatt web series