વિકી કૌશલનો ભાઈ સની કબીર ખાનની વેબ-સિરીઝમાં

22 January, 2020 01:47 PM IST  |  Mumbai Desk | rashmin shah

વિકી કૌશલનો ભાઈ સની કબીર ખાનની વેબ-સિરીઝમાં

કપિલ દેવની બાયોપિક ગણાતી ફિલ્મ ‘83’માંથી પરવારી ગયેલા ડિરેક્ટર કબીર ખાને હવે નજર દોડાવી છે પોતાના હોમ-પ્રોડક્શનમાં બનનારી પહેલી વેબ-સિરીઝ ‘ધી ફર્ગોટન આર્મી – આઝાદી કે લિએ’ પર. હવે તે આ વેબ-સિરીઝનું કામ શરૂ કરશે. આ વેબ-સિરીઝ માટે કબીરે સની કૌશલને સાઇન કર્યો છે. સની કૌશલ ફિલ્મ ‘ઉરી’થી સ્ટાર બની ગયેલા વિકી કૌશલનો નાનો ભાઈ છે. સનીએ આ અગાઉ અક્ષયકુમાર સાથે ‘ગોલ્ડ’માં એક નાનકડો રોલ કર્યો હતો, જે પછી હવે તે સીધો આ વેબ-સિરીઝમાં દેખાશે. ‘ધી ફર્ગોટન આર્મી – આઝાદી કે લિએ’ સુભાષચંદ્ર બોઝની લાઇફ પર આધારિત છે. આ વેબ-સિરીઝનું શૂટિંગ ઇન્ડિયા ઉપરાંત બર્લિન, રશિયા, નેપા, અને બંગલા દેશમાં કરવામાં આવશે. ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થનારી આ વેબ-સિરીઝમાં કબીર ખાન નવી ઍક્ટ્રેસ શરવરીને પણ લૉન્ચ કરશે.

bollywood vicky kaushal bollywood news bollywood gossips kabir khan web series