પ્રેમને ટ્રિબ્યુટ:તાજ મહલ 1989 વૅલેન્ટાઇન્સ ડેએ નેટફ્લીક્સ પર રિલીઝ થશે

06 February, 2020 01:48 PM IST  |  Mumbai Desk | Parth Dave

પ્રેમને ટ્રિબ્યુટ:તાજ મહલ 1989 વૅલેન્ટાઇન્સ ડેએ નેટફ્લીક્સ પર રિલીઝ થશે

નેટફ્લીક્સ ઇન્ડિયા વાયકૉમ18 સાથે મળીને વૅલેન્ટાઇન્સ ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ ‘તાજ મહલ 1989’ નામનો વેબ-શો રિલીઝ કરશે. પહેલાંના સમયનાં પ્રેમ અને ગૂંચવણો રજૂ કરતા આ શોમાં પ્રેમ, દોસ્તી, રાજકારણ અને પીડા જેવા મુદ્દાઓ દર્શાવવામાં આવશે. ઉત્તર પ્રદેશની લખનઉ યુનિવર્સિટીના બે પ્રોફેસર સરિતા અને અખ્તરની વાર્તા ઉપરાંત તેમના વિદ્યાર્થીઓ વચ્ચેના પ્રેમની વાત તથા લાંબા સમયથી ન મળેલા મિત્રોની વાત આ સિરીઝમાં દર્શાવાશે. ટૂંકમાં પ્રેમને જુદી-જુદી વાર્તા દ્વારા ટ્રિબ્યુટ આપવામાં આવશે.

પ્રોફેસર કપલ સરિતા અને અખ્તરના રોલમાં ગીતાંજલિ કુલકર્ણી (ફોટોગ્રાફ) અને નીરજ કાબી (તલવાર) જોવા મળશે. આ ઉપરાંત, દાનિશ હુસૈન (બાર્ડ ઑફ બ્લડ), શીબા ચઢ્ઢા (બધાઈ હો), અનુદ સિંહ ઢાકા, અંશુલ ચૌહાણ, પારસ પ્રિયદર્શન, શીરી સેવાણી, મિહિર આહુજા, વસુંધરા સિંહ રાજપૂત વગેરે કલાકારો પણ મહત્ત્વના રોલમાં દેખાશે.

નેટફ્લીક્સ ઇન્ડિયાએ વાયકૉમ18 સાથે જોડાઈને ત્રણ પ્રોજક્ટની જાહેરાત કરી હતી જેમાંથી એક વેબ-સિરીઝ ‘જમતારા - સબકા નંબર આયેગા’ જાન્યુઆરીમાં રિલીઝ થઈ ગઈ છે. તો બાકીના બે પ્રોજેક્ટમાં ‘તાજ મહલ 1989’ અને ‘શી’નો સમાવેશ થાય છે.

web series netflix parth dave