રાગિણી એમએમએસ રિટર્ન્સમાં સાઉથ સ્ટાર નવદીપ

22 January, 2020 06:07 PM IST  |  રાજકોટ

રાગિણી એમએમએસ રિટર્ન્સમાં સાઉથ સ્ટાર નવદીપ

સાઉથના સુપરસ્ટાર નવદીપ

બાલાજી ટેલિફિલ્મસના ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવનારી નવી વેબ સિરીઝ ‘રાગિણી એમએમએસ રિટર્ન્સસ’માં સાઉથના સુપરસ્ટાર નવદીપને સાઇન કરવામાં આવ્યો છે. નવદીપ અત્યારે તામિલ અને તેલુગુ ફિલ્મોનું બહુ મોટું નામ છે. અનેક ફિલ્મો કરનારા નવદીપે સાઉથના ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઑલરેડી બે વેબ સિરીઝ કરી લીધી છે.

નવદીપ ઉપરાંત આ વેબ સિરીઝમાં દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. એકબીજાને અથાગ પ્રેમ કરતું એક કપલ એક ઘરમાં જાય છે અને એ ઘરમાં રહેલો આત્મા એ બન્નેના જીવ લેવા માટે બહાર આવે છે ત્યારે કેવી ભૂતાવળ સર્જાય છે એની વાત ‘રાગિણી એમએમએસ રિટર્ન્સ’માં કરવામાં આવી છે. આ જે આત્મા છે એ આત્મા એવી છોકરીનો છે જે બૉલીવુડમાં સ્ટ્રગલ કરવા આવી હતી, પણ એ પછી તેનો પુષ્કળ દુરુપયોગ કરવામાં આવ્યો અને છેલ્લે તેનો એમએમએસ બનાવીને વાઇરલ કરી દેવામાં આવ્યો.

આ પણ વાંચો : નાગિનની ચોથી સીઝનના પ્રોમોએ ટીવી-ઇન્ડસ્ટ્રીનો કયો રેકૉર્ડ બનાવ્યો?

વાઇરલ થયેલો એમએમએસ છોકરીના પેરન્ટ્સ સુધી પહોંચે છે એટલે આખું ફૅમિલી સુસાઇડ કરે છે, જેમાં છોકરીનો જીવ ભટકતો રહી જાય છે.

ragini mms television news web series