રનવે લુગાઇમાં સંજય મિશ્રા

22 January, 2020 06:13 PM IST  |  રાજકોટ

રનવે લુગાઇમાં સંજય મિશ્રા

સંજય મિશ્રા

એમએક્સ પ્લેયરની કૉમેડી-થ્રિલર ‘રનવે લુગાઇ’માં સંજય મિશ્રા ગઈ કાલે કાસ્ટ થયા. રોહિત શેટ્ટીથી માંડીને અજય દેવગનના ફેવરિટ એવા સંજય મિશ્રા આ અગાઉ ‘ટોટલ ધમાલ’, ‘ગોલમાલ અગેઇન’, ‘ઑલ ધી બેસ્ટ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. ‘રનવે લુગાઇ’માં સંજય મિશ્રા પહેલી વખત ડાયલૉગ્સ પણ લખશે.

ન ગમતા છોકરા સાથે મૅરેજ કરવાં ન હોવાથી ભાગી જતી પંજાબી છોકરીને ભગાડવાનું કામ એક ટૅક્સી-ડ્રાઇવર કરે છે અને એ પછી એ ટૅક્સી-ડ્રાઇવર કેવી રીતે છોકરીના બૉયફ્રેન્ડ તરીકે એસ્ટૅબ્લિશ થઈ જાય છે એની વાત ‘રનવે લુગાઇ’માં કરવામાં આવી છે.

આ પણ વાંચો : KBC 11:હૉટ સીટ પર બિગ બી અને પંડિત જી વચ્ચે થયો શાસ્ત્રાર્થ, જુઓ વીડિયો

‘રનવે લુગાઇ’માં સંજય મિશ્રા સાથે નવીન કસ્તુરિયા પણ છે. નવીને આ અગાઉ ‘થિન્કિસ્તાન’ અને ‘બૉસ - ડેડ ઑર અલાઇવ’ સહિત ત્રણ વેબ-સિરીઝ કરી છે.

sanjay mishra web series