સાક્ષી તનવર અને પાલોમી ઘોષ પહોંચી કુમકુમ ભાગ્યમાં

22 January, 2020 07:06 PM IST  |  મુંબઈ

સાક્ષી તનવર અને પાલોમી ઘોષ પહોંચી કુમકુમ ભાગ્યમાં

સાક્ષી તનવર, પાલોમી ઘોષ

ZEE5ની વેબ-સિરીઝ ‘મિશન ઓવર મૂન’ (મોમ)ની સાક્ષી તનવર અને પલોમી ઘોષ હાલમાં જ ઝી-ટીવી પર આવતી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી હતી. ‘મોમ’ અને ‘કુમકુમ ભાગ્ય’ બન્ને સાથે ઝી નેટવર્ક અને એકતા કપૂર જોડાયેલી છે. ‘મોમ’ને ભારતના ‘મંગળયાન’ પરથી બનાવવામાં આવી છે. આ વિષય પર હાલમાં જ વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ અને અક્ષયકુમારની ‘મિશન મંગલ’ બની હતી.

આ પણ વાંચો : અલ્લાદીનનો ઘોસ્ટ દુનિયાની સામે છતું કરશે ઝફરનું ષડ‌્યંત્ર

‘મોમ’માં સાક્ષી અને પલોમીની સાથે મોના સિંહ અને નિધી સિંહે પણ કામ કર્યું છે. આઠ સિરીઝની આ સીઝનના પાંચ એપિસોડ રિલીઝ થઈ ગયા છે અને બાકીના ત્રણ આજે રિલીઝ થવાના છે. આ શોના પ્રમોશનના ભાગરૂપે સાક્ષી અને પલોમી ‘કુમકુમ ભાગ્ય’માં ગયાં હતાં.

web series sakshi tanwar television news kumkum bhagya