રાજીવ ગાંધી હત્યાકેસ પરની વેબ-સિરીઝમાં અમોદકાંત જોડાયા

23 January, 2020 04:08 PM IST  |  મુંબઈ

રાજીવ ગાંધી હત્યાકેસ પરની વેબ-સિરીઝમાં અમોદકાંત જોડાયા

રાજીવ ગાંધી હત્યાકેસ પરની વેબ-સિરીઝમાં અમોદકાંત જોડાયા

ન્ડિયાને સાચા અર્થમાં ‌મૉડર્ન બનાવવાની દિશામાં લઈ જનારા અને ટેલિકમ્યુનિકેશન ફીલ્ડમાં અદ્ભુત ક્રાન્તિ લાવનારા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પર પ્રોડ્યુસર સમર દીક્ષિત અને ગિરીશ જોહર વેબ-સિરીઝ બનાવશે. રાજીવ ગાંધીની હત્યા થઈ એ સમયે એ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી ઇન્વેસ્ટિગેશન ટીમના હેડ અમોદકાંત હતા. અમોદકાંત આ પ્રોજેક્ટમાં પણ ઑફિશ્યલી જોડાયા છે.
‘અસેસિનેશન’ નામના આ પ્રોજેક્ટમાં માત્ર હત્યાની ઘટના અને એની તપાસ જ નહીં, આ કેસમાં જેકોઈ જોડાયેલા હતા તે સૌના ઇન્ટરવ્યુ પણ સમાવવામાં આવશે. પ્રોડ્યુસર સમર દીક્ષિતે કહ્યું હતું કે ‘અમે પ્રયાસ કરીશું કે રાજીવ ગાંધી અસેસિનેશન કેસમાં ઇન્વૉલ્વ છે એ નલિનીનો પણ ઇન્ટરવ્યુ લાવીએ.’
સજા પછી નલિનીને પ્રિયંકા ગાંધીની જેલ અને કોર્ટને કરવામાં આવેલી વિનંતી પછી પહેલી વખત હમણાં પરોલ મળ્યા અને નલિની દસકા પછી પહેલી વાર જેલની બહાર આવી.
‘અસેસિનેશન’ ૧૦ એપિસોડની સ‌િરીઝ છે, જેની દરેક નવી સીઝનમાં દેશની જાણીતી હસ્તીઓના અસેસિનેશનને નજીકથી દેખાડવામાં આવશે અને એની તપાસ વિશે પણ છણાવટ કરવામાં આવશે.

rajiv gandhi