નવાઝુદ્દીન સિદ્દિકીની સિરિયસ મૅનનું શૂટિંગ શરૂ

22 January, 2020 07:03 PM IST  |  મુંબઈ

નવાઝુદ્દીન સિદ્દિકીની સિરિયસ મૅનનું શૂટિંગ શરૂ

નવાઝુદ્દીન સિદ્દિકી

નવાઝુદ્દીન સિદ્દિકીની ‘સિરિયસ મૅન’ વેબ-સિરીઝનું શૂટિંગ ગઈ કાલથી શરૂ થયું. નેટફ્લિક્સની આ વેબ-સિરીઝ જાણીતા લેખક મનુ જોસેફની ‘સિરિયસ મૅન’ પર આધારિત છે. વેબ-સિરીઝમાં નવાઝુદ્દીન દસ વર્ષના એક બાળકનો પિતા બન્યો છે. મુંબઈમાં ડોંગરીની ઝૂંપડપટ્ટીમાં રહેતો આ પિતા પોતાના બાળકને જગતનું સૌથી જિનિયસ બાળક ગણાવીને દેશભરમાં ફરીને છેતરપિંડી કરે છે અને એક તબક્કો એવો આવે છે કે દસ વર્ષના બાળક પર જીવનું જોખમ આવી જાય છે. હવે બાપે દીકરાને બચાવવા માટે આખી ગેમને નવેસરથી પણ ઊંધી રીતે રમવાનું ચાલુ કરવું પડે છે અને ચલતાપુર્જામાંથી સિરિયસ બનીને પિતાની જવાબદારી અદા કરવાની છે.

આ પણ વાંચો : સ્ટાર બનતા પહેલા જેલ ભોગવી ચૂક્યા છે પંકજ ત્રિપાઠી, પોતે જ કર્યો ખુલાસો

નેટફ્લિક્સ આ વેબ-સિરીઝ ક્રિસમસ વેકેશનમાં રિલીઝ કરવા માગે છે. વેબ-સિરીઝના ડિરેક્ટર સુધિર મિશ્રા છે જેણે અગાઉ હોટસ્ટાર માટે ‘હોસ્ટેજ’ ડિરેક્ટ કરી હતી.

web series nawazuddin siddiqui Rashmin Shah