આર્ટિકલ 370 કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિને ઇતિહાસ સાથે રજૂ કરશે

23 January, 2020 04:22 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

આર્ટિકલ 370 કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિને ઇતિહાસ સાથે રજૂ કરશે

મોદી

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩પ/એ હટાવ્યા પછી અત્યારે આ વિષય પર ફિલ્મ બનાવવા રીતસરની ભાગદોડ મચી છે, પણ આ બધામાં વેબસિરીઝના ફીલ્ડમાં સૌથી આગળ Zee5 થઈ ગયું છે અને ‘આર્ટિકલ 370 – કલ ભી, આજ ભી’ ટાઇટલ સાથે વેબસિરીઝ બનાવવાનું નક્કી કરી તૈયારીઓ પૂરી કરી લીધી છે. આ વેબસિરીઝની સૌથી મોટી ખાસિયત એ રહેશે કે એમાં ૧૯૪૭ અને ૧૯૪૮ની ઘટનાના કાશ્મીરનાં રિયલ ફુટેજ પણ લેવામાં આવશે તો સાથોસાથ ભારત અને પાકિસ્તાનનાં સત્તાવાર સ્ટેટમેન્ટ્સ હશે એ પણ રિયલ ફુટેજ તરીકે વાપરવામાં આવશે. આ પછી પણ આખી વેબ સિરીઝ એક નાટ્યાત્મક ફૉર્મેટ પર હશે અને વાર્તાનો પ્રવાહ પણ જળવાયેલો રહેશે.

આ પણ વાંચો : વેબસિરીઝ ‘ધી એન્ડ’ માટે અક્ષયકુમારે તોતિંગ ફી લીધી

‘આર્ટિકલ 370 – કલ ભી, આજ ભી’ સાથે સંકળાયેલી ક્રીએટિવ ટીમના એક સિનિયરના કહેવા મુજબ નેટફ્લિક્સ પર અત્યારે દર્શાવાઈ રહેલી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ને બેઝ બનાવીને આ સિરીઝનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, પણ એ સિરીઝમાં રજનીશ સાથે જોડાયેલા લોકોના ઇન્ટરવ્યુ અને રિયલ ફુટેજ હતાં, જ્યારે અહીં રિયલ ઘટનાઓને વાર્તાની સાથે જોડીને સ્ટોરી કહેવામાં આવશે અને પ્રશ્નોને હકીકત સાથે જોડીને સમજાવવામાં આવશે.

web series television news Rashmin Shah