બાસ્કેટબૉલ પ્લેયર સતનામ પર વેબ-ફિલ્મ

22 January, 2020 07:02 PM IST  |  રાજકોટ

બાસ્કેટબૉલ પ્લેયર સતનામ પર વેબ-ફિલ્મ

સતનામ સિંહ ભમરા

ક્રિકેટ જ્યાં ભગવાન છે એ દેશમાં સતનામ સિંહ ભમરાનું નામ અજાણ્યું લાગે એવું બની શકે, પણ આ નામ જરા પણ અજાણ્યું અને નાનું નથી. ૧૯ વર્ષનો સતનામ પહેલો ઇન્ડિયન પ્લેયર છે જેનું સિલેક્શન NBA એટલે કે નૅશનલ બાસ્કેટબૉલ અસોસિએશનમાં થયું છે. નૉર્થ અમેરિકાનું આ અસોસિએશન દુનિયાભરના બાસ્કેટબૉલ પ્લેયર માટે ખૂબ મહત્વ ધરાવે છે. નાના એવા ગામમાં રહીને બાસ્કેટબૉલ ચૅમ્પિયન બનેલા સતનામના સ્ટ્રગલ પર હવે ઝી સ્ટુડિયો ફિલ્મ બનાવશે જે કંપનીના ડિજિટલ પ્લૅટફૉર્મ Zee5 પર એક્સક્લુઝિવલી રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દિકીની સિરિયસ મૅનનું શૂટિંગ શરૂ

સતનામ માત્ર ૧૯ વર્ષનો છે એટલે તેને માટે એ જ એજનો ઍક્ટર શોધવાનું કામ પણ ઑલરેડી શરૂ કરી દેવામાં આવ્યું છે. ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડના આ પ્રોજેક્ટ માટે ટાઇગર શ્રોફ પહેલી પસંદ છે તો સાથોસાથ ઈશાન ખટ્ટર વિશે પણ વિચારણા ચાલે છે. જોકે આ બન્ને એસ્ટૅબ્લિશ ઍક્ટરોની સાથોસાથ ઝી સ્ટુડિયો નવા ઍક્ટરને પણ શોધી રહ્યો છે.

web series ishaan khattar tiger shroff