પ્રણતિ રાય પ્રકાશ Alt બાલાજીની કાર્ટેલમાં

27 February, 2020 07:52 PM IST  |  Mumbai Desk

પ્રણતિ રાય પ્રકાશ Alt બાલાજીની કાર્ટેલમાં

એકતા કપૂરના ઓટીટી પ્લૅટફા.ર્મ Alt બાલાજી પર આવનારી વેબ-સિરીઝ ‘કાર્ટેલ’માં પ્રણતિ રાય પ્રકાશની એન્ટ્રી થઈ છે. પ્રણતિ તાજેતરમાં રિલીઝ થયેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’માં જોવા મળી હતી. ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ ટૉપ મૉડલ’નો ખિતાબ જીતનારી પ્રણતિએ જિમી શેરગિલ અને માહી ગિલની ફિલ્મ ‘ફૅમિલી ઑફ ઠાકુરગંજ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

‘કાર્ટેલ’ની વાત કરીએ તો અગાઉ એકતા કપૂર અને ડિરેક્ટર પુલકિત વચ્ચેના મતભેદને કારણે આ વેબ-સિરીઝ અટકી પડી હતી, પણ હવે એને સુયશ વાધવકર ડિરેક્ટ કરવાના છે. સુયશ ‘બેહદ’, ‘યે હૈ આશિકી’, ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ના ડિરેક્ટર રહી ચૂક્યા છે. ‘કાર્ટેલ’માં ઋત્વિક ધન્જાની (પવિત્ર રિશ્તા), તનુજ વિરવાણી (ઇનસાઇડ એજ), સુપ્રિયા પાઠક (ખીચડી, રામલીલા), કુબ્રા સેઇત (સેક્રેડ ગેમ્સ), સમીર સોની (બાગબાન), વિભવ રૉય (ગુસ્તાખ દિલ) જેવા કલાકારો છે. તો વિવેક ઑબેરૉય અને રવિ કિશન પણ આ શોમાં જોવા મળશે એવી ચર્ચા છે.

web series ekta kapoor alt balaji