Netflixની સૌથી વધારે જોવાયેલી સિરીઝ સ્ટ્રેન્જર થિંગ્સ 3

22 January, 2020 06:00 PM IST  |  અમદાવાદ | પાર્થ દવે

Netflixની સૌથી વધારે જોવાયેલી સિરીઝ સ્ટ્રેન્જર થિંગ્સ 3

ઑનલાઇન સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર ૨૦૧૬માં જેની પહેલી સીઝન રિલીઝ થઈ એ સાયન્સ-ફિક્શન હોરર વેબ-સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ત્રીજી સીઝને ઑનલાઇન સૌથી વધારે જોવાતી ફિલ્મ/સિરીઝનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.

નાનાં બાળકો સાથે ઘટતી કાલ્પનિક ઘટનાઓની વાત કહેતી ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની પહેલી બે સીઝન સખત ઍન્ગેજિંગ હોવાના કારણે ત્રીજી સીઝન રિલીઝ થતાંની સાથે જ એટલે કે ૪ જુલાઈથી અત્યાર સુધી (૧૭ ઑક્ટોબર) ૪૦.૭ મિલ્યન (૪.૭ કરોડ) લોકોએ જોઈ લીધી છે. નેટફ્લિક્સનું અકાઉન્ટ ધરાવનાર જે વ્યક્તિએ સીઝનના ૭૦ ટકાથી વધુ એપિસોડ જોયા હોય તેને આમાં ગણવામાં આવી છે. એમાં પણ ૧૬ ઑક્ટોબર સુધી ૧.૮૨ કરોડ લોકોએ આ ત્રીજી સીઝન આખી જોઈ લીધી છે. અગાઉ સૌથી વધારે જોવાતી ઑનલાઇન ફિલ્મોમાં સ્પેનિશ થ્રિલર ‘મની હિસ્ટ’, ‘ટોલ ગર્લ’ નામની ફિલ્મ, ‘અનબિલીવેબલ’ વેબ-સિરીઝ સહિતનાં નામો નેટફ્લિક્સે જાહેર કર્યાં હતાં. ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ આ તમામથી ચાર મહિનામાં આગળ નીકળી ગઈ છે. ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ચોથી સીઝનનું શૂટિંગ ચાલી રહ્યું છે.

netflix web series entertaintment