ભારતમાં આ સંદર્ભે બનેલી ઘટનાઓને સાંકળીને નેટફ્લિક્સ બનાવશે વેબ સિરીઝ

22 January, 2020 01:39 PM IST  |  Mumbai Desk

ભારતમાં આ સંદર્ભે બનેલી ઘટનાઓને સાંકળીને નેટફ્લિક્સ બનાવશે વેબ સિરીઝ

૨૦૧૮માં દેકારો મચાવનારી #metoo ઝુંબેશની તમામ ઘટનાઓને સાંકળીને એક વેબ-સિરીઝનો પ્રોજેક્ટ નેટફ્લિક્સે હાથ પર લીધો છે. #metooએ સૌથી પહેલાં અમેરિકામાં દોકારો બોલાવ્યો અને એ પછી એણે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રીતસરનો તહેલકો બોલાવી દીધો હતો. કૈલાશ ખેરથી માંડીને અનુ મલિક અને ડિરેક્ટર શાહિદ ખાન સહિતના અનેક જાણીતાં નામો #metoo ચૅપ્ટરમાં ખૂલ્યા અને દાવા-પ્રતિદાવાઓ પણ થયા. હવે એ તમામ કિસ્સાઓને જોડીને એક સળંગ વાર્તા ઊભી કરવામાં આવી છે, જેમાં #metooનો ભોગ બનેલા સ્ટ્રગ્લર કેવી રીતે આ આખી ઝુંબેશ ઉપાડે છે અને કેવી રીતે ન્યાય મેળવે છે એની વાત કરવામાં આવી છે.

ગ્લૅમર ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા શારીરિક શોષણને કેન્દ્રમાં રાખીને તૈયાર થનારી આ વેબ-સિરીઝ માટે અત્યારે કાસ્ટિંગ શરૂ થયું છે.

MeToo bollywood netflix web series