નસીરુદ્દીન શાહ અને મનીષા કોઇરાલા જોવા મળશે નેટફ્લિક્સની ફિલ્મ ફ્રીડમમાં

22 January, 2020 01:22 PM IST  |  Mumbai Desk

નસીરુદ્દીન શાહ અને મનીષા કોઇરાલા જોવા મળશે નેટફ્લિક્સની ફિલ્મ ફ્રીડમમાં

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ફિલ્મ ‘ફ્રીડમ’માં નસીરુદ્દીન શાહ અને મનીષા કોઇરાલા જોવા મળશે. આ ફિલ્મને દિબાકર બૅનરજી ડિરેક્ટ કરશે. મિડલ ક્લાસ કુટુંબને દેખાડતી આ ફિલ્મમાં ગ્રૅન્ડ પેરન્ટ્સ, બાળકો, પ્રેમ, રહસ્યો સહિત અનેક વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. આ અગાઉ દિબાકરે ‘લસ્ટ સ્ટોરીઝ’ અને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ને પણ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આ વર્ષે જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, હુમા કુરેશી અને કલ્કિ કોચલિન પણ જોવા મળશે.

Web Series bollywood manisha koirala naseeruddin shah netflix