મૅક્સપ્લેયર આ વર્ષે લાવશે 35 વેબ-સિરીઝ

22 January, 2020 01:23 PM IST  |  Rajkot

મૅક્સપ્લેયર આ વર્ષે લાવશે 35 વેબ-સિરીઝ

એમએક્સ પ્લેયર

ફ્રીમિયમ પ્લૅટફૉર્મ તરીકે ઇન્ડિયામાં જબરદસ્ત પૉપ્યુલર થયેલું પ્લૅટફૉર્મ મૅક્સપ્લેયર આ વર્ષે પહેલી વેબ-સિરીઝ ‘માધુરી ટૉકીઝ’ લાવી રહી છે, પણ મહત્ત્વની વાત એ છે કે પ્લૅટફૉર્મ પર આ વર્ષે કુલ ૩૫થી વધુ વેબ-સિરીઝ આપશે. ઍમેઝૉન અને નેટફ્લિક્સને પોતાના સૌથી કટ્ટર હરીફ ગણતા મૅક્સપ્લેયરે દર ૧૫ દિવસે એક નવી વેબ-સિરીઝનું પ્લાનિંગ કર્યું છે, જેમાં સુભાષ ઘઈના પ્રોડક્શન-હાઉસથી લઈને પ્રકાશ ઝા, ઇમ્તિયાઝ અલી જેવા ડિરેક્ટરની વેબ-સિરીઝ પણ સામેલ છે.

વેબ-સિરીઝના આ બુકેમાં મૅક્સપ્લેયર થ્રિલર, સસ્પેન્સ, હૉરર અને બ્લૅક કૉમેડી જેવા સબ્જેક્ટને સમાવવામાં આવ્યા છે તો સાથોસાથ પ્લૅટફૉર્મ પર હિટ થયેલી ચાર વેબ-સિરીઝની નવી સીઝન પણ એમાં સામેલ છે.

web series