સિમરન ધ લોસ્ટ સોલ વેબ-શોમાં મુકેશ તિવારી અને નિબેદિતા પાલની એન્ટ્રી

22 January, 2020 01:27 PM IST  |  Mumbai Desk | parth dave

સિમરન ધ લોસ્ટ સોલ વેબ-શોમાં મુકેશ તિવારી અને નિબેદિતા પાલની એન્ટ્રી

ઓટીટી પ્લૅટફૉર્મ પ્રાઇમ ફ્લિક્સ પર ‘સિમરન ધ લોસ્ટ સોલ ઇન મુંબઈ’ નામની એક નવી વેબ-સિરીઝ લૉન્ચ થવા જઈ રહી છે. આ શોને સ્વીટી વાલિયા પ્રોડ્યુસ કરવાની છે જે ‘યે હૈં મોહબ્બતેં’ અને ‘બહુ હમારી રજનીકાંત’ જેવી સિરિયલોથી જાણીતી બની છે. સ્વીટી પોતાના પ્રોડક્શન બૅનર સ્નો વેલ્વેટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ હેઠળ આ શો બનાવવાની છે જેમાં કરણ શર્મા અને લવીના ટંડનની લીડ જોડી છે.

‘સિમરન ધ લોસ્ટ સોલ ઇન મુંબઈ’ એક હૉરર-બેઝ્‍ડ શો હશે જેમાં મિત્રોનું એક ગ્રુપ સેતાની શક્તિના કબજામાં આવી જાય છે. હવે આ શોમાં નિબેદિતા પાલની એન્ટ્રી થઈ છે અને તે સિમરનના રોલમાં જોવા મળશે. નિબેદિતા એમટીવી સ્પ્લીટ્સવિલા ૧૦થી જાણીતી બની છે અને તે ટૂંક સમયમાં Alt બાલાજીની વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ ૨૦૨૦’માં પણ જોવા મળશે.
આ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં નેગેટિવ અને કૉમેડી રોલ ભજવવા માટે જાણીતા અભિનેતા મુકેશ તિવારી પણ આ શો સાથે જોડાયા છે. તેઓ રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ફિલ્મમાં વસૂલીભાઈ તરીકે ફેમસ છે.

web series bollywood bollywood news entertaintment