મલ્હાર ઠાકર બાદ મયુર ચૌહાણનો પણ વેબસિરીઝમાં ડેબ્યુ

23 January, 2020 04:27 PM IST  |  અમદાવાદ

મલ્હાર ઠાકર બાદ મયુર ચૌહાણનો પણ વેબસિરીઝમાં ડેબ્યુ

હાલના સમયમાં વેબસિરીઝ લોકપ્રિય થઈ રહી છે. નેટફ્લિક્સ પર આવેલી 'સેક્રેડ ગેમ્સ' હિટ થયા બાદ વેબસિરીઝનો આખો સિનારિયો ચેન્જ થયો છે. દર્શકો પણ હવે વેબસિરીઝ જોઈ રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. ત્યારે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ હવે વેબસિરીઝ બની રહી છે. તાજેતરમાં જ મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલની વેબસિરીઝ 'ડુ નોટ ડિસ્ટર્બ' રિલીઝ થઈ હતી, જેને સારો ફીડબેક મળ્યો છે.

ત્યારે હવે મયુર ચૌહાણ પણ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યો છે. મયુર ચૌહાણ અને યશ સોની સ્ટારર ગુજરાતી વેબ સિરીઝ 'ફ્રેન્ડઝોન' શનિવારે રિલીઝ થઈ છે. આ વેબસિરીઝમાં મયુર ચૌહાણ અને યશ સોનીની સાથે સંજય ગલસર, રાહુલ રાવલ અને શ્રદ્ધા ડાંગર છે. આ વેબસિરીઝને અર્ચના દેસાઈએ ડિરેક્ટ કરી છે. અર્ચના દેસાઈ આ પહેલા નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'રોંગ સાઈડ રાજુ' અને 'છેલ્લો દિવસ'ના એસોસિયેટ ડિરેક્ટર રહી ચૂક્યા છે.

આ વેબસિરીઝના નામ પરથી તો તમને થોડોઘણો તો અંદાજ આવ્યો જ હશે, કે તેની સ્ટોરી શું છે ? આ વેબસિરીઝ આમ તો આ એક વનસાઈડેડ લવસ્ટોરી છે. એક એવા યુવાનની સ્ટોરી છે, જે પ્રેમમાં પડે છે અને ફ્રેન્ડ ઝોન થઈ જાય છે. ફ્રેન્ડ ઝોન થયા બાદ જે સંજોગો ઉભા થાય છે તેમાંથી જે કોમેડી સર્જાય છે તે આ વેબસિરીઝમાં દર્શાવાઈ છે. ફ્રેન્ડ ઝોન થયા બાદ જે ઘટના બને છે તે દર્શકોને આનંદ કરાવશે.

તો યશ સોનીની આ બીજી વેબસિરીઝ છે. આ પહેલા તેઓ 'ટિનીયાગિરી' નામની વેબસિરીઝ કરી ચૂક્યા છે. જેને પણ હેનિલ ગાંધીએ જ લખી હતી. 'ફ્રેન્ડઝોન'નો સ્ટોરી અને કન્સેપ્ટ પણ હેનિલ ગાંધી અને અર્ચના દેસાઈનો છે.

આ પણ વાંચોઃ Friendship Day:બોલીવુડની આ એક્ટ્રેસ છે એકબીજાની બેસ્ટ ફ્રેન્ડઝ

છેલ્લો દિવસમાં નરેશ અને કરસનદાસમાં તિલોકના પાત્રમાં ધમાલ મચાવનાર મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ આ વેબ સિરીઝમાં લવગુરુના પાત્રમાં જોવા મળશે. કોણ કોના પ્રેમમાં પડે છે અને શું સિચ્યુએશન સર્જાય છે તે જાણવા માટે તો તમારે વેબસિરીઝ જ જોવી પડશે. 5 એપિસોડની આ વેબસિરીઝ શેમારુની ઓફિશિયલ એપ પર જોઈ શકાશે.

gujarati film Mayur Chauhan yash soni