કોંકણા સેન શર્મા વેબ-શો બનાવશે કલકત્તાની ક્વીન ઑફ કૅબ્રેટ પર

23 January, 2020 04:12 PM IST  |  મુંબઈ

કોંકણા સેન શર્મા વેબ-શો બનાવશે કલકત્તાની ક્વીન ઑફ કૅબ્રેટ પર

કોંકણા સેન

કોંકણા સેન શર્મા હાલમાં કલકત્તાની કૅબ્રેટ ક્વીન પર વેબ-શો બનાવી રહી છે. કલકત્તાની આરતી દાસને ક્વીન ઑફ કેબ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. આરતીને મિસ શૈફાલી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની લાઇફ પર આ શો બની રહ્યો છે. તેની લાઇફની મુસાફરી સાથે ૬૦ અને ૭૦ના દાયકામાં વેસ્ટ બેન્ગાલના પૉલિટિક્સ વિશે પણ વાત કરવામાં આવશે. આ શોને ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ વિશે કોંકણાએ કહ્યું હતું કે ‘પાર્ટિશન પછીના અને લિબ્રેલાઇઝેશન પહેલાંનો સમય મને ખૂબ જ આકર્ષિત કરે છે.

આ પણ વાંચો : ભૂષણકુમારે શરૂ કર્યા ફિક્શન અને નૉન-ફિક્શન ડિપાર્ટમેન્ટ

હું કલકત્તાની હોવાથી આ વિષય અને એની યુનિક સ્ટોરીની મને જાણ છે. આ સ્ટોરીની હિરોઇને તેની લાઇફને પોતાની શરતો પર જીવવાનું નક્કી કર્યું હતું અને એથી જ મને તેની તરફ ખૂબ જ આકર્ષણ છે. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને એથી જ મેં એના પર વેબ-શો બનાવવાનું નક્કી કર્યું છે. અમે હજી સુધી આ માટે કોઈને પસંદ નથી કર્યા. અમે હજી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છીએ અને આવતા વર્ષે એનું શૂટિંગ શરૂ કરવાનો પ્લાન છે. અમારા માટે આ એક ઇન્ટરેસ્ટિંગ જર્ની રહેશે.’

television news konkona sen sharma web series