કોડ-એમ માટે જેનિફરે લીધી મહિનાની માર્શલ આર્ટ ટ્રેઇનિંગ

22 January, 2020 01:24 PM IST  |  Rajkot

કોડ-એમ માટે જેનિફરે લીધી મહિનાની માર્શલ આર્ટ ટ્રેઇનિંગ

જેનિફર વિંગેટ

એકતા કપૂરના ડિજિટલ પ્લૅટફૉર્મ પર ગઈ કાલે રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘કોડ-એમ’ની લીડ સ્ટાર જેનિફર વિંગેટ એક આર્મી ઑફિસરનું કૅરૅક્ટર કરે છે, જેમાં તેણે અનેક ઍક્શન સીન્સ પણ કર્યા છે. જેનિફરે આ રોલ કરતાં પહેલાં આ પ્રકારના કોઈ રોલ કર્યા ન હોવાથી તેણે શૂટ ચાલુ કરતાં પહેલાં જ સેલ્ફ ડિફેન્સની ટ્રેઇનિંગ લીધી હતી, જેથી તે માત્ર સૌંદર્યવાન દેખાવાને બદલે આર્મી ઑફિસર જેવી બૉડી-લૅન્ગ્વેજ દેખાડી શકે.

એક મહિનાની ટ્રેઇનિંગ લીધા પછી જેનિફરે શૂટ શરૂ કર્યું. જેનિફર માટે આ કૅરૅક્ટર એટલા માટે સૌથી મહત્ત્વનું હતું કે તેણે અગાઉ ક્યારેય આ પ્રકારનું કૅરૅક્ટર કર્યું નહોતું. જેનિફરને ઍક્ટિંગ માટે એક નવી દુનિયા ખૂલતી હોવાનું લાગ્યું હોવાથી તેણે એને માટે મહેનત કરી. સેલ્ફ ડિફેન્સની આ ટ્રેઇનિંગ દરમ્યાન જેનિફર વિંગેટ દરરોજ પાંચ કિલોમીટર જેટલું રનિંગ કરતી હતી.

jennifer winget web series