વેબ-સિરીઝમાં આર્મી ઑફિસરના પાત્રને લઈને ખૂબ ઉત્સાહિત છે જેનિફર વિન્ગેટ

23 January, 2020 04:34 PM IST  | 

વેબ-સિરીઝમાં આર્મી ઑફિસરના પાત્રને લઈને ખૂબ ઉત્સાહિત છે જેનિફર વિન્ગેટ

જેનિફર વિન્ગેટ

એકતા કપૂરની વેબ-સિરીઝ ‘કોડ M’માં જેનિફર વિન્ગેટ આર્મી ઑફિસરની ભૂમિકામાં જોવા મળવાની છે. એકતા કપૂરના ડિજિટલ પ્લૅટફૉર્મ ALTBalaji પર આવનાર આ વેબ-સિરીઝમાં તે મોનિકાનું પાત્ર ભજવવાની છે. તેનું કહેવું છે કે જ્યારે આવાં પાત્રોને સાકાર કરવાનાં હોય ત્યારે એની સાથે જવાબદારી પણ વધી જાય છે. આ વિશે જેનિફરે કહ્યું હતું કે ‘હું આર્મી ઑફિસરની ભૂમિકાને લઈને ખૂબ ઉત્સાહિત છું. તમે જ્યારે આવા કૅરૅક્ટર પ્લે કરો છો તો એની સાથે ઘણીબધી જવાબદારી પ‌ણ સંકળાઈ જાય છે. હું અનુભવી રહી છું કે આ ચૅલેન્જ ખૂબ મજેદાર રહેશે અને એથી જ મેં આ રોલ કરવાનું પસંદ કર્યું છે.

આ પણ વાંચો : બેલે ડાન્સ કરવાની પોતાની ઇચ્છા પૂરી કરી માધુરી દીક્ષ‌િત નેનેએ

મોનિકાનું પાત્ર ભજવવું સરળ નથી. તે આર્મીમાં હોવાથી મારે મારી ફિટનેસ પર ખાસ ધ્યાન રાખવાનું છે. આ સિરીઝમાં મારે કેટલાક ઍક્શન સીન્સ પણ કરવાના છે. મોનિકા પૅશનેટ છે. તે પહેલી કાર્ડ-હોલ્ડર, શ્વાનોને ઉગારનારી અને જરૂર પડ્યે મદદ કરનારી છે. હું ખૂબ ખુશ છું કે હું ડિજિટલ પ્લૅટફૉર્મ પર એકતાની વેબ-સિરીઝની સાથે એન્ટ્રી કરી રહી છું. આ પાત્ર મારા માટે ખૂબ અગત્યનું છે. આશા રાખું છું કે લોકોને પણ એ ખૂબ પસંદ પડે.’

jennifer winget web series television news