હિતેન તેજવાણી બનશે સિલ્વર ગાંધી:ઓડિશાના સ્વચ્છતા કાર્યકરનું પાત્ર ભજવશે

22 January, 2020 03:24 PM IST  |  અમદાવાદ

હિતેન તેજવાણી બનશે સિલ્વર ગાંધી:ઓડિશાના સ્વચ્છતા કાર્યકરનું પાત્ર ભજવશે

હિતેન તેજવાણી

‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’, ‘કુટુંબ’ અને ‘પવિત્ર રિશ્તા’થી લોકપ્રિય થયેલો અભિનેતા હિતેન તેજવાણી હાલ જુદા-જુદા ફૉર્મમાં કામ કરી રહ્યો છે. છેલ્લે ઝી ટીવીના સાયન્સ ફિક્શન શો ‘હૈવાન’માં વૈજ્ઞાનિકના પાત્રમાં દેખાયેલા હિતેને તાજેતરમાં એક બાયોગ્રાફિકલ શૉર્ટ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું તથા તેની એક વેબ-સિરીઝ રિલીઝ થઈ છે.

‘સિલ્વર ગાંધી’ના નામે ઓળખાતા ઓડિશાના સ્વચ્છતા કાર્યકર મોહન મહાપાત્રે પર ફિલ્મમેકર અવિનાશ નંદાએ એક શૉર્ટ ફિલ્મ બનાવી છે, જેમાં હિતેન તેજવાણીએ મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ માટે તે પહેલી વખત બૉલ્ડ લુકમાં (માથામાં ટાલ સાથે) દેખાવાનો છે. તે વ્યક્તિ ઓડિશાનાં ગામડાંઓ, સ્કૂલ તથા કૉલેજમાં ગાંધીજીના સ્વચ્છતા વિચારો ફેલાવવાનું કામ કરે છે. કાબિલ, ક્રિશ, ગુંડે સહિતની ફિલ્મોના સંવાદ-લેખક સંજય માસૂમે લખેલી આ શૉર્ટ ફિલ્મ કમર્શિયલ નથી બલકે વડા પ્રધાન મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’માં મેકર્સ તરફથી એક નાનકડો પ્રયાસ છે. ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં શૂટ થયેલી આ શૉર્ટ ફિલ્મમાં હિતેન તેજવાણી સાથે ફિલ્મ ઍક્ટ્રેસ અનન્યા સેનગુપ્તા છે.

આ પણ વાંચો : નાગિન 4 : આ વખતે એક નહીં, બે નાગિન બદલો લેશે

આ ઉપરાંત ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઉલ્લુની બોલ્ડ વેબ-સિરીઝ ‘ડિ કોડ’(D Code)માં હિતેન તેજવાણી છે. ૨૫ ઑક્ટોબરે રિલીઝ થયેલી આ સિરીઝમાં એક અસંતોષી પતિને આકર્ષતી પત્નીની વાત છે. તે પોતાની મમ્મી પાસેથી પતિને આકર્ષવાના કીમિયા શીખે છે અને એ અમલમાં મૂકે છે. હિતેન આ ઉપરાંત આગામી ‘ગ્રે સ્ટોરીઝ’ નામની વેબ-સિરીઝમાં ભાગ્યશ્રી સાથે દેખાવાનો છે. ‘ગ્રે સ્ટોરીઝ’ પણ જુદી-જુદી વાર્તાઓનું કૉમ્બિનેશન છે.

hiten tejwani web series