અમેરિકન વેબ-સિરીઝ સ્ટાર ટ્રૅકઃ ડિસ્કવરીમાં આદિલ હુસૈન

22 January, 2020 06:08 PM IST  |  અમદાવાદ

અમેરિકન વેબ-સિરીઝ સ્ટાર ટ્રૅકઃ ડિસ્કવરીમાં આદિલ હુસૈન

આદિલ હુસૈન

અમેરિકન ટીવી વેબ-સિરીઝ ‘સ્ટાર ટ્રૅકઃ ડિસ્કવરી’ની ત્રીજી સીઝનમાં ભારતીય અભિનેતા આદિલ હુસૈન જોડાયો છે. અમેરિકાની વિડિયો ઑન ડિમાન્ડ સર્વિસ ‘સીબીએસ ઑલ એક્સેસ’ પર સપ્ટેમ્બર, ૨૦૧૭થી પ્રદર્શિત થયેલી ‘સ્ટાર ટ્રૅકઃ ડિસ્કવરી’ એ અમેરિકાની જાણીતી સાયન્સ ફિક્શન ટીવી ફ્રેન્ચાઇઝી ‘સ્ટાર ટ્રૅક’ સાથે સંકળાયેલી છે. આવતા વર્ષે આ સિરીઝનો ત્રીજો ભાગ રજૂ થશે.

નેટફ્લિક્સ પર પણ અવેલેબેલ ‘સ્ટાર ટ્રૅકઃ ડિસ્કવરી’ની ત્રીજી સિરીઝમાં ઇંગ્લિશ વિંગ્લિશ, લાઇફ ઑફ પાઈ, કબિર સિંહ સહિતની ફિલ્મો તથા દિલ્હી ક્રાઇમ જેવી વેબ-સિરીઝમાં દેખાયેલા અભિનેતા આદિલ હુસૈન છે. દુનિયાને ૯૩૦ વર્ષ આગળ-ભવિષ્યમાં લઈ જતી ત્રીજી સિરીઝમાં કાલ્પનિક દુનિયાની વાત કરવામાં આવી છે જેમાં આદિલ હુસૈન એક વૈજ્ઞાનિકના પાત્રમાં છે.

web series adil hussain