એકતા કપૂરની રંગબાઝ 2 ઉત્તર પ્રદેશના માફિયા પર આધારિત છે

22 January, 2020 06:32 PM IST  |  રાજકોટ

એકતા કપૂરની રંગબાઝ 2 ઉત્તર પ્રદેશના માફિયા પર આધારિત છે

‘રંગબાઝ 2’

‘રંગબાઝ’ની સક્સેસ પછી હવે એકતા કપૂર પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ‘રંગબાઝ 2’ લાવે છે. ઉત્તર પ્રદેશના માફિયાની લાઇફ પર આધારિત ‘રંગબાઝ 2’ની ખાસિયત એ છે કે એનું શૂટ ઉત્તર પ્રદેશના રિયલ લોકેશન પર થશે અને સિરિયલ માટે એ લોકેશન પસંદ કરવામાં આવ્યાં છે જે એરિયામાં સ્ટોરી જેના પર આધારિત છે એ માફિયાનું રાજ ચાલતું હતું. જ્ઞાતિવાદ અને રાજકારણના કારણે એક તેજસ્વી સ્ટુડન્ટ કેવી રીતે અન્ડરવર્લ્ડ તરફ આગળ વધી ગયો એની વાત ‘રંગબાઝ 2’માં કરવામાં આવી છે.

‘રંગબાઝ 2’માં લીડ ઍક્ટ્રેસ તરીકે સોનમ અરોરાને સાઇન કરવામાં આવી છે. સોનમ અરોરા આ અગાઉ જોન અબ્રાહમ સાથે ‘સત્યમેવ જયતે’ અને ‘બાટલા હાઉસ’ કરી ચૂકી છે. સોનમે કહ્યું હતું, ‘આ ભલે અન્ડરવર્લ્ડનો વિષય હોય, પણ એમાં હિરોઇનના ભાગે ખાસ્સું મોટું કામ હોવાથી મેં ‘રંગબાઝ 2’ માટે હા પાડી છે.’

આ પણ વાંચો : ધી ઑફિસ પછી હવે રોહન સિપ્પીની ઍક્શન વેબ-સિરીઝ

‘રંગબાઝ 2’ માત્ર માફિયાની જ વાત નહીં કરે, પણ એવા માફિયાની વાત કહે છે જેને ઉત્તર પ્રદેશના લોકો રોબિનહૂડ જેવો દિલેર પણ માનતા. આ માફિયાનું નામ અત્યારે પ્રોડક્શન હાઉસ જાહેર કરવા રાજી નથી.

ekta kapoor web series