એકતા કપૂર બનાવશે ટારઝન

22 January, 2020 07:08 PM IST  |  રાજકોટ

એકતા કપૂર બનાવશે ટારઝન

વિદ્યુત જામવાલ

એકતા કપૂર પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મ ઑલ્ટબાલાજી માટે ‘ટારઝન’ બનાવવા માગે છે. આ અગાઉ હેમંત બિરજે અને ક‌િમી કાટકરે આ જ સબ્જેક્ટ પર ફિલ્મ કરી હતી, પણ એકતા ફિલ્મને બદલે ડિજિટલ પ્લૅટફૉર્મ પર ટારઝન પર વેબ-સિરીઝ બનાવવા માગે છે, પણ અત્યારે સૌથી મોટો પ્રૉબ્લેમ જો કોઈ હોય તો એ કે ટારઝન તરીકે કોને કાસ્ટ કરવો એની મૂંઝવણ પ્રોડક્શન-હાઉસને છે.

આ પણ વાંચો : જતીન સૂરિ એકતાની વેબ-સિરીઝમાં: ક્લાસ ઑફ 2020

એકતા કપૂરની દૃષ્ટિએ ટારઝનના કૅરૅક્ટર માટે વિદ્યુત જામવાલ પર્ફેક્ટ છે, પણ એના જાણીતા ચહેરાને કારણે જ પ્રોડક્શન હાઉસ નવો ટારઝન શોધવા માટ ઑડિશન લેવાનું છે અને શક્ય હશે ત્યાં સુધી નવા હીરોને જ ટારઝનના કૅરૅક્ટર માટે કાસ્ટ કરશે.

web series vidyut jamwal ekta kapoor