અ વેનસડેના ડિરેક્ટર નીરજ પાંડેની સિરીઝમાં દિવ્યા દત્તાની એન્ટ્રી

22 January, 2020 01:46 PM IST  |  Ahmedabad

અ વેનસડેના ડિરેક્ટર નીરજ પાંડેની સિરીઝમાં દિવ્યા દત્તાની એન્ટ્રી

દિવ્યા દત્તા

હૉટસ્ટાર દેશના સૌથી પૉપ્યુલર ઓટીટી પ્લૅટફૉર્મ્સમાંથી એક છે. ક્રિમિનલ જસ્ટિસ, સિટી ઑફ ડ્રીમ્સ, હોસ્ટેજિસ, ધ ઑફિસ અને આઉટ ઑફ લવ જેવી સફળ સિરીઝ બનાવ્યા બાદ હવે હૉટસ્ટાર પર ‘સ્પેશ્યલ OPS’ નામની સિરીઝ આવી રહી છે.

નીરજ પાંડે અને શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત આ સિરીઝનું નિર્માણ ફ્રાઇડે સ્ટોરી-ટેલર્સ દ્વારા કરવામાં આવ્યું છે. ‘સ્પેશ્યલ OPS’માં કે. કે. મેનન, પરમિત સેઠી, શરદ કેળકર, પવન ચોપડા, ક્લી પ્રસાદ મુખરજી, કરણ ટેકર જેવા કલાકારો મહત્ત્વના રોલમાં છે અને હવે એમાં ટૅલન્ટેડ અભિનેત્રી દિવ્યા દત્તાનું નામ ઉમેરાયું છે.

ડિરેક્ટર નીરજ પાંડે સ્પેશ્યલ છબ્બીસ, અ વેનસડે, બેબી, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, ઐયારી વગેરે ફિલ્મો બનાવી ચૂક્યા છે; જ્યારે શિવમ નાયરે ૨૦૦૬માં આવેલી આહિસ્તા આહિસ્તા, મહારથી તથા ભાગ જૉની જેવી ફિલ્મો બનાવી છે. શિવમ અને નીરજ પાંડે ૨૦૧૭માં આવેલી બેબીની સ્પિન-ઑફ નામ શબાનાથી સાથે જોડાયા હતા.

હવે થ્રિલર જોનરમાં હથોટી ધરાવતા બન્ને ડિરેક્ટર તરીકે સાથે વેબ-સિરીઝ બનાવી રહ્યા છે ત્યારે તેમની વાર્તાની ગૂંથણી જોવી રસપ્રદ રહેશે. અત્યારે ‘સ્પેશ્યલ OPS!’નું શૂટિંગ જૉર્ડનમાં ચાલી રહ્યું છે.

divya dutta television news neeraj pandey web series