સસ્પેન્સ-થ્રિલર સિરીઝ કોબવેબનું શૂટિ‍ંગ પૂરું, એપ્રિલમાં થશે રિલીઝ

22 January, 2020 01:38 PM IST  |  Mumbai Desk

સસ્પેન્સ-થ્રિલર સિરીઝ કોબવેબનું શૂટિ‍ંગ પૂરું, એપ્રિલમાં થશે રિલીઝ

સબ ટીવીના સિચુએશનલ-કૉમેડી શો ‘એફઆઇઆર’ના ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી જાણીતી બનેલી અભિનેત્રી કવિતા કૌશિકે પોતાની વેબ-સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું છે. ‘કોબવેબ’ નામની આ વેબ-સિરીઝમાં કવિતા કૌશિક સાથે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફેમ કુરુશ દેબુ અને હિન્દી ફિલ્મો તથા નાટકોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડે છે.

દુષ્યંત પટેલ દિગ્દર્શિત આ વેબ-સિરીઝ ‘ચૌધરી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ’ના બૅનર હેઠળ બની રહી છે. પ્રોડ્યુસર અલ્પેશ ચૌધરીએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું કે ‘અમે ગયા અઠવાડિયે જ ‘કોબવેબ’નું શૂટિંગ આણંદમાં પૂરું કર્યું છે. આ વેબ-સિરીઝ ૧૦ એપિસોડની છે અને એનું જોનર સસ્પેન્સ-થ્રિલરનું છે. અત્યારે એડિટિંગનું કામ ચાલુ છે. મોટા ભાગે એપ્રિલમાં રિલીઝ કરવાનું અમે નક્કી
કર્યું છે.’
‘કોબવેબ’નું સમગ્ર શૂટિંગ આણંદ તથા એની આજુબાજુનાં ગામડાંઓમાં થયું છે. વેબ-સિરીઝ કયા પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે એ ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે.

web series entertaintment