કુણાલ ખેમુની વેબ-સિરીઝ અભય 2માં ચંકી પાંડે જોડાયો

27 February, 2020 08:09 PM IST  |  Mumbai Desk

કુણાલ ખેમુની વેબ-સિરીઝ અભય 2માં ચંકી પાંડે જોડાયો

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મલંગ’માં જેના અભિનયનાં વખાણ થયાં છે એ કુણાલ ખેમુની વેબ-સિરીઝ ‘અભય’ની બીજી સીઝન આવવાની છે. ઝીફાઇવ પ્લૅટફૉર્મની આ વેબ-સિરીઝમાં ‘અભય’ કિડનૅપિંગ, રેપ, મર્ડર, આદમખોરી જેવા કેસને રસપ્રદ રીતે સૉલ્વ કરીને નિર્દોષ લોકોને બચાવે છે. કુણાલ ખેમુ SSP (સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે જે ક્રિમિનલ માઇન્ડ ધરાવતો એક હોશિયાર ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર હોય છે અને કેસ સૉલ્વ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. પહેલી સીઝન જ્યાં અટકી હતી ત્યાંથી જ બીજી સીઝનની શરૂઆત થશે.

પહેલી સીઝનમાં કુણાલ ખેમુ ઉપરાંત દીપક તિજોરી, ઋતુરાજ સિંહ, સંદીપા ધર, નમિત દાસ, માનિની મિશ્રા, એલનાઝ નરોઝી જેવા કલાકારો હતા. તો ‘અભય 2’માં ‘પવિત્ર રિશ્તા’ ફૅમ આશા નેગી તેમ જ ‘બડે અચ્છે લગતે હૈ’ ફૅમ રામ કપૂર જોડાયા છે અને હવે બૉલીવુડ અભિનેતા ચંકી પાંડેની એન્ટ્રી પણ થઈ છે. ચંકી પાડે ‘તેઝાબ’, ‘હાઉસફુલ સિરીઝ’, ‘સાહો’, ‘બેગમ જાન’, ‘પ્રસ્થાનમ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે અને ‘અભય 2’માં મહત્ત્વના રોલમાં દેખાશે.

web series chunky pandey kunal khemu entertainment news