શાસ્ત્રીજીના બર્થડે પર પ્લાનિંગ થયું શાસ્ત્રી, શસ્ત્ર, શાસ્ત્ર

22 January, 2020 06:09 PM IST  |  મુંબઈ

શાસ્ત્રીજીના બર્થડે પર પ્લાનિંગ થયું શાસ્ત્રી, શસ્ત્ર, શાસ્ત્ર

લાલ બહાદુર શાસ્ત્રી

લાલ બહાદુર શાસ્ત્રીનો ગઈ કાલે જન્મદિવસ હતો. તેમના જન્મદિવસે જ પ્રોડ્યુસર ગિરીશ જોહરે નક્કી કર્યું છે કે એ શાસ્ત્રીજી પર વેબ-સિરીઝ કરશે. બાયોગ્રાફિકલ એવી આ વેબ-સિરીઝમાં શાસ્ત્રીજીની કામગીરી ઉપરાંત તેમના તાસ્કંદમાં થયેલા શંકાસ્પદ મૃત્યુ અને એ મૃત્યુને કેવી રીતે ઢાંકવાની કોશિશ કરવામાં આવી એ વાતોને પણ સમાવવામાં આવશે. ગિરીશ જોહરે કહ્યું હતું, ‘શાસ્ત્રીજી આ દેશના શ્રેષ્ઠ વડા પ્રધાન રહ્યા છે, નેહરુએ દેશને રશિયા તરફ ઢાળી દીધો, પણ શાસ્ત્રીજીની આગેવાનીમાં રશિયાની ચુંગાલથી તેમણે દેશને આઝાદ કરવાનું કામ કર્યું જેમાં તે આંશિક રીતે સફળ પણ રહ્યા હતા. શાસ્ત્રીજીની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જોઈએ એવા હેતુથી અમે આ વેબ-સિરીઝ પ્લાન કરી છે. બે પ્લૅટફૉર્મ સાથે અમારી વાત ચાલે છે, બન્ને પ્લૅટફૉર્મ આ વિષય પર ઉત્સુક છે.’

શાસ્ત્રીજીની આ વેબ-સિરીઝનું કામચલાઉ ટાઇટલ ‘શાસ્ત્રી, શસ્ત્ર, શાસ્ત્ર’ રાખવામાં આવ્યું છે. આ વેબ-સિરીઝમાં શાસ્ત્રીજીની લાઇફના રિઅલ ફુટેજનો પણ સમાવેશ કરવામાં આવશે.

web series