ભૂષણકુમારે શરૂ કર્યા ફિક્શન અને નૉન-ફિક્શન ડિપાર્ટમેન્ટ

23 January, 2020 04:13 PM IST  |  મુંબઈ

ભૂષણકુમારે શરૂ કર્યા ફિક્શન અને નૉન-ફિક્શન ડિપાર્ટમેન્ટ

ભૂષણકુમાર

ટી-સિરીઝ ઇન્ડસ્ટ્રીઝે મ્યુઝિક ઉપરાંત ફિલ્મ પ્રોડક્શનમાં તો ખાસ્સું નામ કમાઈ લીધું છે, પણ હવે એ આ જ નામના મેળવવા વેબ-સિરીઝ પ્રોડક્શનમાં આવી રહી છે, જેની તૈયારી ઑલમોસ્ટ પૂરી થવા આવી છે. ગયા મહિને જ ટી-સિ‌રીઝના ભૂષણકુમારે વેબ-સિરીઝ માટે ફિક્શન અને નૉન-ફિક્શન ડિપાર્ટમેન્ટ શરૂ કરી દીધા છે. ડિપાર્ટમેન્ટે અલગ-અલગ ૧૪થી વધારે સબ્જેક્ટ લોક પણ કરી દીધા છે અને હવે પ્લૅટફૉર્મ પર એ સંભળાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો : શબ્બીર-સોહમની ફિક્સર સપ્ટેમ્બરમાં

ભૂષણકુમારના કહેવા મુજબ આવતા છથી આઠ મહિનામાં તમામ પ્લૅટફૉર્મ પર ટી-સિરીઝની વેબ-સિરીઝ દેખાવી શરૂ થઈ જશે. ડિજિટલ ડિપાર્ટમેન્ટ માટે ટી-સિ‌રીઝે ઑલરેડી ઍક્ટરોને પણ સાઇન કરવાના શરૂ કરી દીધા છે.

bhushan kumar web series television news