ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી આ મહિનાના એન્ડમાં રિલીઝ

22 January, 2020 07:10 PM IST  |  રાજકોટ

ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી આ મહિનાના એન્ડમાં રિલીઝ

ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી

એકતા કપૂર આ મહિનાની ૩૦મીએ ઑલ્ટબાલાજીના પ્લૅટફૉર્મ પર ‘ધી ‌વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી’ રિલીઝ કરશે. ડિરેક્ટર શશાંત શાહની આ વેબ-સ‌િરીઝનો વિષય સત્યઘટના છે. ૧૯પ૯માં નેવી ઑફિસર કે. એમ. નાણાવટીએ સિંધી બિઝનેસમૅનની ગોળી મારીને હત્યા કરી અને પછી હત્યાનો ગુનો કબૂલી પણ લીધેલો. નાણાવટી કેસ તરીકે કુખ્યાત થયેલા આ કેસ પર ગુલઝારે વિનોદ ખન્નાને લઈને ‘અચાનક’ બનાવી હતી તો ડિરેક્ટર આર. કે. નય્યરે સુનીલ દત્તને લઈને ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ બનાવી હતી, જ્યારે બે વર્ષ પહેલાં અક્ષયકુમારે આ જ સબ્જેક્ટ પર ‘રુસ્તમ’ કરી હતી. એક જ ઘટના પરથી બનેલી આ ત્રણે ફિલ્મો હિટ હતી. આ જ વિષય પર હવે એકતાએ ‘ધી ‌વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી’ વેબ-સ‌િરીઝ બનાવી છે.

આ પણ વાંચો : વેબ-શોને કારણે ધીરજ રાખતાં અને નૅચરલ ઍક્ટિંગ શીખી છું : દિવ્યાંકા

‘ધી ‌વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી’માં અલી અવરમ, અંગદ બેદી, માનવ કૌલ, સુમીત વ્યાસ, મકરંદ દેશપાંડે, સૌરભ શુક્લા અને સ્વાનંદ કિરકિરે જેવા ઍક્ટરો છે. દસ એપિસોડની આ વેબ સ‌િરીઝમાં ક્યાંય કલ્પનાઓને ભેળવવામાં નથી આવી એવો દાવો કરતાં સ‌િરીઝના ડિરેક્ટર શશાંત શાહ કહે છે, ‘ઘટના જે ઘટી હતી અને પોલીસતપાસમાં જેકંઈ બહાર આવ્યું છે એને જ બેઝ બનાવીને રાખવામાં આવ્યો છે. હું કહીશ કે ભવિષ્યમાં આ વેબ-સ‌િરીઝ નાણાવટી કેસના ડિજિટલ દસ્તાવેજ તરીકે ઓળખાશે.’

ekta kapoor web series elli avram manav kaul angad bedi