એક ડૉગી, વાઇફ, હસબન્ડ અને નવાબ

06 February, 2020 01:54 PM IST  |  Mumbai Desk

એક ડૉગી, વાઇફ, હસબન્ડ અને નવાબ

યુટ્યુબની ચૅનલ લાર્જ શૉર્ટ ફિલ્મ માટે અપારશક્તિ ખુરાનાએ પહેલી વખત શૉર્ટ ફિલ્મમાં કામ કર્યું અને એ ફિલ્મને માત્ર ચોવીસ કલાકમાં એક લાખ લોકોએ જોઈ પણ ખરી. ‘નવાબ’ નામની આ શૉર્ટ ફિલ્મ મૂળભૂત રીતે યુટ્યુબ ઓરિજિનલ માટે બનાવવામાં આવી રહી હતી, પણ જેમ-જેમ એ બનતી ગઈ એમ-એમ એના મેકર્સને લાગવા માંડ્યું કે આ ફિલ્મ મૅક્સિમમ લોકો સુધી પહોંચાડવા માટે ફ્રી પ્લૅટફૉર્મ પર મૂકવી જોઈએ અને ફાઇનલી એ જ કરવામાં આવ્યું.

૯.૪૯ મિનિટની ‘નવાબ’માં ઝઘડા પછી વાઇફે ટ્રાન્સફર લઈ લીધી છે અને પાછળ પતિની સાથોસાથ તે બન્નેએ અડૉપ્ટ કરેલું ડૉગી મૂકીને તે લંડન ચાલી જાય છે. હવે વાત પતિ એટલે કે અપારશક્તિ અને ડૉગીની છે. અપારશક્તિએ કહ્યું હતું, ‘કામ કરવાની જેટલી મજા ‘દંગલ’માં આવી એટલી જ મજા ‘નવાબ’માં આવી. પહેલી વખત ડૉગી સાથે કામ કર્યું જેને લીધે ખબર પડી કે એનામાં પણ એક બેસ્ટ ઍક્ટર હોય છે.’

‘નવાબ’ પ્રેમ માટેની સાચી વ્યક્તિને ઓળખવાનું શીખવે છે.

bollywood web series