નચનિયા તમાશા પર

14 January, 2021 02:32 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

નચનિયા તમાશા પર

અમિકાની પહેલી ફિલ્મ અક્ષયકુમાર સ્ટારર ‘લક્ષ્મી’ હતી.

ડિજિટલ પ્લૅટફૉર્મનું માર્કેટ વધતું જાય છે ત્યારે પોતાના પ્લૅટફૉર્મને વધારે લોકો સુધી પહોંચાડવાની હોડ લાગી છે. આ હોડમાં નવા જ લૉન્ચ થયેલા ડિજિટલ પ્લૅટફૉર્મ ‘તમાશા’ પર હવે ફિલ્મ ‘નચનિયા’નો પ્રીમિયર થવાનો છે. ફિલ્મ ‘નચનિયા’નું ડિરેક્શન એક સમયના જાણીતા ઍક્ટર જૉય મુખરજીના દીકરા સુજૉય મુખરજીએ કર્યું છે. સુજૉયની આ પહેલી ફિલ્મ છે.
‘નચનિયા’ની કથા એક એવી યુવતીની છે જે ડાન્સર હોવા છતાં પોતાના પ્રોફેશન સાથે પ્રામાણિકતાથી જોડાયેલી છે. આ નચનિયા એક સમયે પુરુષપ્રધાન દેશમાં બળવો પોકારે છે અને પુરુષો દ્વારા સોસાયટીમાં બનાવવામાં આવેલી તમામ નીતિરીતિ સામે બંડ પોકારીને વિરોધ નોંધાવે છે. ‘નચનિયા’ની લીડ કૅરૅક્ટર અમિકા શૈલ છે. અમિકા પોતે સિંગર છે, પણ તેને ઍક્ટિંગ માટે અઢળક ઑફર આવતાં હવે તેણે ઍક્ટિંગ શરૂ કરી છે. અમિકાની પહેલી ફિલ્મ અક્ષયકુમાર સ્ટારર ‘લક્ષ્મી’ હતી.