શાદી મુબારકમાં કૅટીની એક્સ-વાઇફ તરીકે કોણ આવશે?

28 October, 2020 03:30 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શાદી મુબારકમાં કૅટીની એક્સ-વાઇફ તરીકે કોણ આવશે?

બરખા બિશ્ત

સ્ટાર પ્લસનો નવો શો ‘શાદી મુબારક’ એની લીડ અભિનેત્રી રાજશ્રી ઠાકુરની એક્ઝિટને લીધે હાલ ચર્ચામાં છે. રાજશ્રીએ પ્રોડક્શન-ટીમ સાથે મતભેદ થતાં આ શો છોડ્યો છે એવું કહેવાય છે. જોકે રાજશ્રીનું કહેવું છે કે તેણે પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. રાજશ્રીની જગ્યા ‘મિલે જબ હમ તુમ’ ફેમ રતિ પાંડેએ લીધી છે. આ શોમાં માનવ ગોહિલના પાત્ર ‘કૅટી’ની ભૂતપૂર્વ પત્નીનો વારંવાર ઉલ્લેખ થાય છે, પણ એ કોણ છે એ હજી બતાવવામાં નથી આવ્યું. જોકે એ કૅરૅક્ટરથી દર્શકો હવે રૂબરૂ થવાના છે.
કૅટીની એક્સ-વાઇફ તરીકે બરખા સેનગુપ્તા એન્ટ્રી કરવાની છે. તેનો રોલ શોમાં મહત્ત્વનો ટ્વિસ્ટ લાવશે. બરખા ‘પ્યાર કે દો નામ - એક રાધા એક શ્યામ’, ‘નામકરણ’, ‘ચન્દ્રગુપ્ત મૌર્ય’ વગેરે ટીવી-સિરિયલથી જાણીતી બની છે. તે છેલ્લે વિવેક ઑબેરૉય સાથે ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં જોવા મળી છે.

television news