તમે કપિલના ફૅન, પણ કપિલ કોનો ફૅન?

15 October, 2020 10:44 PM IST  |  Rajkot | Rashmin Shah

તમે કપિલના ફૅન, પણ કપિલ કોનો ફૅન?

તમે કપિલના ફૅન, પણ કપિલ કોનો ફૅન?

સોની યાય ચૅનલ પર આવતાં હન્ની અને બન્નીના ફૅન્સ તો લાખો બાળકો છે, પણ આ બાળકોમાં એક નામ એવું પણ છે જેના લાખો ફૅન્સ છે અને તે હન્ની-બન્નીનો પણ ફૅન છે. આ નામ એટલે કૉમેડિયન કપિલ શર્મા પોતે. કપિલને હન્ની-બન્નીની ફની અને એકબીજા સાથે કરવામાં આવતી સાહસની સફર અતિશય ગમે છે. લૉકડાઉનમાં કપિલે હન્ની-બન્નીના તમામ એપિસોડ સોની લિવ ઍપ પર ચોથી વાર જોયા હતા. કપિલ કહે છે, ‘બન્નેની મસ્તી નિર્દોષ છે અને એ પછી પણ એ એકધારી ચાલતી જ રહે છે. આ પ્રકારનાં કૅરૅક્ટર જો રિયલ લાઇફમાં મળી જાય તો સાચે મજા આવી જાય. હું તો કહીશ કે હન્ની અને બન્ની બન્ને મારા બેસ્ટ ફ્રેન્ડ છે. એકલો હોઉં ત્યારે હું તેમની સાથે રહેવાનું પસંદ કરું.’
કપિલ શર્માને લૉકડાઉન દરમ્યાન પોતાના શો સિવાય પણ અનેક ઑફર આવી હતી, પણ કપિલે એ બધામાં જો કોઈ એક શો પસંદ કર્યો હોય તો એ હન્ની-બન્ની સાથેનો શો ‘ધી હન્ની બન્ની શો વિથ કપિલ શર્મા’ પસંદ કર્યો. કપિલ કહે છે, ‘હસાવવાનું કામ અઘરું છે એ મારાથી બેસ્ટ કોઈ કહી
શકે નહીં અને હું હસું છું ત્યારે મને પણ આ જ વાત સમજાય છે કે આ સૌથી અઘરું કામ હન્ની-બન્ની કરી શકે છે.’

Rashmin Shah television news kapil sharma