‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’માંથી હિના ખાનને કાઢવાનું ખરું કારણ જણાવ્યું શોના પ્રોડ્યુસરે

29 April, 2024 06:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજન શાહી કહે છે, ‘હિના સિરિયલની સ્ક્રિપ્ટમાં દરમ્યાનગીરી કરતી હતી અને તેના મતભેદ વધવા લાગ્યા હતા.

હિના ખાનની તસવીર

સ્ટાર પ્લસ પર ૨૦૦૯માં શરૂ થયેલો શો ‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’માં હિના ખાન લીડ રોલમાં હતી. શોમાં લીપ આવતાં એમાં શિવાંગી જોશીની એન્ટ્રી થઈ, જે નાયરાના રોલમાં જોવા મળી. જોકે હિના ખાનને આ શોમાંથી કાઢવાનું અસલી કારણ શોના પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવ્યું છે. રાજન શાહી કહે છે, ‘હિના સિરિયલની સ્ક્રિપ્ટમાં દરમ્યાનગીરી કરતી હતી અને તેના મતભેદ વધવા લાગ્યા હતા. હિના અને ચૅનલ સાથે મી​ટિંગ કરીને તેના કૅરૅક્ટર અક્ષરાને બંધ કરવાનો અમે ફેંસલો લીધો હતો. જોકે એ પહેલાં જ સમસ્યાઓ ઊભી થવા માંડી હતી. સાથે જ આ શોમાં શિવાંગી જોશીના કૅરૅક્ટરની પ્રશંસા કરતા સીન કરવાની પણ હિનાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. એટલે તેને સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે કાં તો સીન કર, નહીં તો શો છોડીને જતી રહે. તે પોતાના રૂમમાં જ બેઠી રહી અને બહાર ન આવી. એ જ વખતે પ્રોડક્શન હાઉસે તેને ટર્મિનેશન લેટર આપ્યો હતો. જોકે બીજા દિવસે તેણે શિવાંગી સાથે એ સીન કર્યો હતો, પરંતુ પ્રોડક્શન હાઉસે નિર્ણય લઈ લીધો હતો. આવી રીતે તેના પાત્રનો અંત કરવામાં આવ્યો હતો.’

hina khan entertainment news television news social media indian television yeh rishta kya kehlata hai