યે રિશ્તા કયા કહલાતા હૈની સ્પિન-ઑફમાં શાહીર શેખ-રિયા શર્મા જોવા મળશે

17 February, 2019 12:23 PM IST  | 

યે રિશ્તા કયા કહલાતા હૈની સ્પિન-ઑફમાં શાહીર શેખ-રિયા શર્મા જોવા મળશે

સ્ટાર પ્લસ પર છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલો શો ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ની સ્પિન-ઑફની જાહેરાત કરવામાં આવી છે. આ શોમાં શાહીર શેખ અને રિયા શર્મા લીડ રોલમાં જોવા મળશે. રિયા છેલ્લે સ્ટાર પ્લસના શો ‘તૂ સૂરજ મેં સાંજ પિયાજી’માં ખનકના પાત્રમાં જોવા મળી હતી. આ શોની ફીમેલ લીડ માટે ઘણી ઍક્ટ્રેસનું ઑડિશન લેવામાં આવ્યું હતું, પરંતુ એમાં રિયાને ફાઇનલ કરવામાં આવી છે. આ શોનું નામ હજી સુધી ફાઇનલ કરવામાં નથી આવ્યું, પરંતુ એના લીડ ઍક્ટ્ર્સ ફાઇનલ થઈ ગયા છે. આ શોમાં શાહરીનું લૂક ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ના હૃતિક રોશન જેવું રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કપિલ શર્માના શોમાંથી નવજોતસિંહ સિદ્ધૂની હકાલપટ્ટીના અહેવાલ

આ શોનું શૂટિંગ ૨૧ અથવા ૨૨ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે તેમ જ એને માર્ચમાં ઑન ઍર કરવામાં આવશે. આ વિશે શાહીરે કહ્યું હતું કે ‘મને નથી ખબર કે આ શો માટે હું યોગ્ય ચૉઇસ છું કે નહીં, પરંતુ હું મારું શ્રેષ્ઠ કામ આપવાનો પ્રયત્ન કરીશ.’