‘બિગ બૉસ’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે સિમ્બા નાગપાલ?

14 January, 2022 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૉસ 15’માં સિમ્બા નાગપાલ વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે.

સિમ્બા નાગપાલ

‘બિગ બૉસ 15’માં સિમ્બા નાગપાલ વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. તેને એક ટાસ્ક દરમ્યાન પ્રતીક સહજપાલે એવિક્ટ કર્યો હતો. અગાઉ સિમ્બાએ જણાવ્યું હતું કે તેને આ શોમાં ફરીથી નથી જવું, કેમ કે તેને નાહક કોઈ વિવાદમાં નથી પડવું. જોકે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તે ‘બિગ બૉસ 15’માં ફરીથી જોડાવા માગે છે. આ શોને હજી બે અઠવાડિયાં સુધી વધારવામાં આવ્યો છે. સિમ્બા પર આળસુ હોવાનો, આખો દિવસ ઊંઘતો રહે છે અને શો માટે કોઈ યોગદાન નહોતો આપતો એવો આરોપ પણ લાગેલો હતો. એ વિશે સિમ્બાએ કહ્યું કે ‘ખરું કહું તો મને સમજમાં નથી આવતું કે શો મારા પાસેથી શું ચાહે છે. તેમની ઇચ્છા હોય છે કે હું કોઈ મુદ્દાને ઉઠાવું, ધ્યાન ખેંચવા માટે નાહક વિવાદમાં ઊતરું. હું એવો ન બની શકું.’
એવિક્શનને લઈને સિમ્બાએ કહ્યું કે ‘આ ડેઇલી સોપ નથી કે એમાં ડ્રામા હોય. મારું માનવું છે કે રિયલિટી શોમાં રિયલ હોવું જોઈએ અને એ જ વસ્તુ મેં કરી. હું દરેક સ્થિતિમાં શાંત રહેતો હતો અને કોઈ સ્ટ્રેસ નથી લેતો. હું એવો જ હતો.’

television news Bigg Boss