મૅડમ સરમાંથી કરવામાં આવશે હસીના મલિકને સસ્પેન્ડ?

16 July, 2020 10:57 PM IST  |  Mumbai Desk | Agencies

મૅડમ સરમાંથી કરવામાં આવશે હસીના મલિકને સસ્પેન્ડ?

મેડમ સર

સોની સબ પર આવતા શો ‘મૅડમ સર’માંથી હસીના મલિકને હવે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. મહિલા પોલીસ-ઑફિસર દ્વારા આ શોમાં ઘણા ઇશ્યુ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને એમાં હવે એક નવો ટ્વિસ્ટ આવવા જઈ રહ્યો છે. હસીના મલિક અને સંસ્કૃતિ રક્ષા દલના ચીફ અંગદ આચાર્ય હવે સામસામે થશે. યુવાન પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરતા હોય એ અંગદને પસંદ નથી હોતું અને તે તેના પાવરનો દુરુપયોગ કરતાં પણ ખચકાતો નથી. કરિશ્માનું પાત્ર ભજવતી યુક્તિ કપૂર અને અંગદનું પાત્ર ભજવતા સુદેશ બેરી વચ્ચે તકરાર થાય છે અને એમાં હસીના મલિકનું પાત્ર ભજવતી ગુલ્કી જોષીને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ વિશે ગુલ્કી જોષીએ કહ્યું હતું કે ‘એસ.એચ.ઓ. હસીના મલિકને તેના કામમાં વિશ્વાસ હોય છે અને તે દિમાગથી પણ ખૂબ જ સ્ટ્રૉન્ગ છે. તે તેના કામને ખૂબ જ સેન્સિટિવિટી સાથે કરે છે. હસીનાએ તેની ટીમ માટે ખૂબ જ સ્ટ્રૉન્ગ નિર્ણય લેવો પડશે. અંગદ આચાર્ય ખૂબ જ પાવરફુલ હોવાથી હસીનાને મહિલા પોલીસ થાણામાંથી કાઢી મૂકવામાં આવે એવું બની શકે છે. દર્શકો આ શોના એકદમ ફ્રેશ એપિસોડને કેવો રિસ્પૉન્સ આપે છે એ જોવું રહ્યું.’

television news entertainment news