ભારતીયોને કેમ નેટફ્લિક્સના ઇન્ડિયન મૅચમેકિંગમાં મજા ન આવી?

21 July, 2020 08:43 AM IST  |  Ahmedabad | Nirali Dave

ભારતીયોને કેમ નેટફ્લિક્સના ઇન્ડિયન મૅચમેકિંગમાં મજા ન આવી?

ઇન્ડિયન મેચમેકિંગ

ભારતમાં અરેન્જ મૅરેજ એ નવાઈની વાત નથી. ડેટિંગ કે મૅચમેકિંગની વાત કરીએ તો એ વિષય પર ઘણા રિયલિટી શો બની ચૂક્યા છે, પણ અરેન્જ મૅરેજ પર નેટફ્લિક્સે આખો રિયલિટી શો ઊભો કરી નાખ્યો છે જે ભારતીય દર્શકોને પસંદ નથી આવ્યો. નેટફ્લિક્દ પર રિલીઝ થયેલા ‘ઇન્ડિયન મૅચમેકિંગ’ શોમાં એનઆરઆઇ યુવાનો મૅચમેકરની મદદથી યોગ્ય લાઇફ-પાર્ટનર શોધે છે અને તેમના પેરન્ટ્સની અપેક્ષા અને વિચારોથી માંડીને આખી પ્રોસેસને આ શોમાં બતાવવામાં આવી છે.
મુંબઈનાં જાણીતાં મૅચમેકર સીમા તાપરિયા ‘સૂટેબલ રિશ્તા’ નામની મૅચમેકિંગ સર્વિસ ચલાવે છે અને નેટફ્લિક્સના શોમાં તેઓ કઈ રીતે પોતાના ક્લાયન્ટ માટે મુરતિયો શોધે છે એ આખી પ્રક્રિયા રજૂ થઈ છે. સોશ્યલ મીડિયા પર હાલ ‘ઇન્ડિયન મૅચમેકિંગ’ને લઈને ચર્ચા ચાલી રહી છે. કેટલાક ભારતીયોએ આ શોને રિયલિટી-બેઝ્‍ડ કહીને એને ટેકો આપ્યો છે તો મોટા ભાગના ભારતીયોએ આ શોને વખોડી કાઢ્યો છે. એકે લખ્યું છે કે ‘અરેન્જ મૅરેજ પ્રોસેસને વાસ્તવિક જીવનમાં જોવી પણ અઘરી છે ત્યારે આના પર બનેલો શો કઈ રીતે જોઈ શકાય?’ તો બીજાએ આ શોને શરમજનક ગણાવીને જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. આ શોને લીધે ઑડિયન્સ નેટફ્લિક્સની ઠેકડી ઉડાડી રહ્યું છે અને વધુ સારા કન્સેપ્ટ ધરાવતા શો રિલીઝ કરવાનું સૂચવી રહ્યું છે.

netflix television news web series entertainment news