અરબાઝ કેમ તેના શોમાં સલમાન ખાનને બોલાવવા નથી માગતો?

10 March, 2019 10:57 AM IST  | 

અરબાઝ કેમ તેના શોમાં સલમાન ખાનને બોલાવવા નથી માગતો?

સલમાન ખાન અને અરબાઝ ખાન

અરબાઝ ખાન નથી ઇચ્છતો કે તેના વેબ-શોમાં તેનો ભાઈ સલમાન ખાન હાજરી આપે. અરબાઝે એક ચૅટ-શો પિંચની શરૂઆત કરી છે. આ શોમાં કરીના કપૂર ખાન, સોનાક્ષી સિંહા, કરણ જોહર અને સની લીઓની તેમની લાઇફની સ્ટોરી કહેતાં જોવા મળશે. આ શોની પહેલી સીઝનમાં દસ એપિસોડ રાખવામાં આવ્યા છે. આ શોમાં હાજરી આપવા માટે સલમાને સામેથી અરબાઝને કહ્યું હતું. જોકે અરબાઝે એ માટે ના પાડી હતી. તેનું કહેવું છે કે આ શો તેના પોતાના દમ પર ક્યાં સુધી જાય એ તે જોવા માગે છે. તેમ જ જો એની બીજી સીઝન બનાવવામાં આવશે તો એમાં સલમાનને તે જરૂર લેશે.

Salman Khan arbaaz khan