વન માઇક સ્ટેન્ડમાં કોણ છે આગળ?

15 November, 2019 10:57 AM IST  |  Mumbai

વન માઇક સ્ટેન્ડમાં કોણ છે આગળ?

વિશાલ દાદલાણી

કોમેડીયન કોમેડી કરે એ સમજાય પણ એક્ટ્રેસ, સેલિબ્રિટી, મ્યુઝિક કમ્પોઝર, યુટ્યુબર કે પોલિટિશ્યન કોમેડી કરે તો શું હાલત થાય? આમ તો આ વાંચીને જ હસવું આવી જાય પણ એમાં હસવાની કોઈ જરૂર નથી. એમેઝોન પ્રાઇમે આ અખતરો કરી લીધો છે અને રીયા ચઢ્ઢા, તાપસી પન્નુ, વિશાલ દાદલાણી, શશી થરૂર અને ભૂવન બામની સાથે ‘વન માઇક સ્ટેન્ડ’ નામનો કોમેડી શૉ બનાવ્યો છે, જે શૉમાં આ પાંચ સેલિબ્રિટી પોતાની ટીમ બનાવશે અને એકબીજા સામે હાસ્યથી હુમલો કરશે. અલબત, આ પાંચ નામોમાં અત્યારે સૌથી આગળ જો કોઈ હોય તો એ વિશાલ દાદલાણી છે.
એમેઝોન પ્રાઇમે યુ ટ્યુબ પર રીલિઝ કરેલા આ સેલિબ્રિટીના કોમેડી વીડિયોમાં સૌથી વધારે લાઇક જો કોઈને મળી હોય તો એ વિશાલને મળી છે તો સામા પક્ષે ધારણા મુજબ જ, સૌથી ઓછી લાઇક જો કોઈને મળી હોય એ ફોરેન રીટર્ન કૉન્ગ્રેસી શશી થરૂરને મળી છે.

amazon tv show