મેરા પતિ સિર્ફ મેરા હૈ

29 November, 2019 11:06 AM IST  |  Mumbai

મેરા પતિ સિર્ફ મેરા હૈ

શું થશે તેરા ક્યા હોગા આલિયામાં?

સબ ટીવી પર આવી રહેલી રોમેન્ટિક કોમેડી ‘તેરા ક્યા હોગા આલિયા?’માં આગામી દિવસોમાં ગજબનાક ટ્વિસ્ટ જોવા મળવાનો છે. આલિયાને એવી ખબર પડે છે કે એનું મોત હાથવેંતમાં છે અને એટલે એ આલોક અને તારાની સગાઈ કરાવી દે છે પણ આ સગાઈ પછી હવે આલિયાને ખબર પડે છે કે એનો જીવ અકબંધ છે અને એને કશું નથી થવાનું એટલે એ ભાંગી પડે છે. જોકે એ પછી તે તારાને સમજાવવાની કોશિશ કરે છે પણ તારા હવે આ રિલેશન તોડવા રાજી નથી એટલે હવે આલિયા કોઈ પણ ભોગે તારા અને આલોકના રિલેશન તોડાવા માંગે છે, આ જ દરમ્યાન તારાનું એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટમાં તારા પોતાની યાદદાસ્ત ખોઈ બેસે છે.
અહીંથી વાર્તા એક સાથે ત્રણ દિશામાં ભાગવાની શરૂ થાય છે. એક તરફ આલોક તારાની યાદદાસ્ત પાછી લાવવા મથે છે તો બીજી તરફ આલિયા તારા અને આલોકને દૂર કરવાનો પ્રયાસ કરે છે અને ત્રીજી તરફ તારા પણ શંકાસ્પદ હિલચાલ શરૂ કરે છે. જોવાનું એ છે કે હવે તારા અને આલિયાની આ જંગનું પરિણામ શું આવે છે અને આલોક કોની કુંડળીમાં ઉમેરાય છે.

sab tv tv show