જો સીરિયલની શૂટિંગ શરૂ થાય અને પાછી કોરોનાથી બંધ કરવુ પડે તો....

06 June, 2020 08:21 AM IST  |  Rajkot | Rashmin Shah

જો સીરિયલની શૂટિંગ શરૂ થાય અને પાછી કોરોનાથી બંધ કરવુ પડે તો....

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

લૉકડાઉન ખૂલવાનું શરૂ થઈ ગયું છે અને મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે ટીવી-સિરિયલના શૂટિંગ માટે શરતી મંજૂરી પણ આપી દીધી છે ત્યારે પ્રોડક્શન-હાઉસ કેવી રીતે શૂટ શરૂ કરવું એનું પ્લાનિંગ કરી રહ્યું છે, જ્યારે ચૅનલોનું મૅનેજમેન્ટ ક્યારથી ફ્રેશ એપિસોડ દેખાડવાનું ચાલુ કરવું એના પ્લાનિંગમાં લાગ્યું છે. ચૅનલો પાસે અત્યારે એક મૂંઝવણ એ પણ છે કે એક વખત ફ્રેશ એપિસોડ દેખાડવાનું શરૂ કર્યા પછી ફરીથી કોઈ સિરિયલ પર કોરોનાના વાઇરસ દેખાય અને શૂટિંગ બંધ કરવું પડે તો એવા સંજોગોમાં શું કરવું?

આ પ્રશ્ન પર જ ચૅનલો નવા એપિસોડ માટે કોઈ ઉતાવળ કરવા નથી માગતી અને નવા એપિસોડ આવવાનું શરૂ થઈ જાય તો પણ ચૅનલ હવે બૅન્ક બનાવીને આગળ વધવાની દિશામાં પ્લાનિંગ કરે છે. આ ઉપરાંત તમામ ચૅનલ એ બાબતે પણ એકમત પર આવી છે કે અત્યારે નવા એપિસોડની હરીફાઈમાં ઊતરવાને બદલે લૉકડાઉનના આ પિરિયડ પછી ચૅનલને સૉફ્ટ રીલૉન્ચના ફૉર્મેટથી જ ઑપરેટ કરવી અને બધી ચૅનલ એકસાથે નવા એપિસોડ દેખાડવાનું શરૂ કરે એવું પ્લાનિંગ કરવું. આ માટે અત્યારે તમામ ચૅનલ સહમત થઈ છે તો સાથોસાથ એ બાબતમાં પણ સૌકોઈની સહમતી છે કે હવે નવા એપિસોડની બૅન્ક ઊભી કરીને પછી જ ફ્રેશ કન્ટેન્ટ દેખાડવાનું શરૂ કરવું. એપિસોડની બૅન્ક બનાવવાનું નક્કી થયું છે એટલે જ ચૅનલ સમય સાથે રેસમાં ઊતરીને આગળ થવાની હોડમાં ઊતરવાને બદલે પૂરતો સમય લઈને શૂટિંગ શરૂ થાય એનું પ્લાનિંગ કરી રહી છે. ચૅનલો પહેલાં જુલાઈના ત્રીજા વીકથી નવા એપિસોડનું પ્લાનિંગ કરતી હતી, પણ ચાલુ શૂટિંગે કોઈ ઍક્ટરને કોરોના થાય અને સેટ સીલ થાય તો ફરીથી બધું અટકી ન પડે એવા હેતુથી હવે જુલાઈ-એન્ડમાં નવા એપિસોડનું પ્લાનિંગ કરી રહી છે.

television news tv show Rashmin Shah lockdown coronavirus covid19