છૂટાં પડવાનો નિર્ણય અમે સાથે લીધો છે : અસીમ રિયાઝ

09 December, 2023 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિમાંશી ખુરાનાએ અસીમ રિયાઝ સાથે પોતાના બ્રેકઅપની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી દીધી હતી.

અસીમ રિયાઝ

હિમાંશી ખુરાનાએ અસીમ રિયાઝ સાથે પોતાના બ્રેકઅપની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી દીધી હતી. હવે એના પર ​પોતાના વિચાર વ્યક્ત કરતાં અસીમ રિયાઝે જણાવ્યું કે છૂટા પડવાનો ફેંસલો તેમણે પરસ્પર સંમતિ બાદ લીધો છે. બન્નેએ પોતાના અલગ-અલગ ધર્મ અને એની માન્યતાઓને માન આપતાં જુદાં થવાનો નિર્ણય લીધો છે. એ વિશે હવે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર અસીમે લખ્યું કે ‘હા, અમે બન્નેએ પોતાના ધર્મ અને એની માન્યતાઓને માન આપતાં પોતાના પ્રેમનો ત્યાગ કર્યો છે. અમે બન્ને થર્ટી પ્લસ છીએ અને આ ફેંસલો લેવાનો અમને પૂરો અધિકાર છે. અમે પરસ્પર સહમતી બાદ જુદાં પડવાનો નિર્ણય લીધો છે. હિમાંશી અને અમારા જુદા માર્ગ માટે સન્માન છે. હા, મેં જ તેને જુદાં થવાનું ખરું કારણ લખવા જણાવ્યું હતું. અમને પ્રાઇવસી આપવામાં આવે એવી વિનંતી કરું છું.’
આ સિવાય નમાજની ટોપી પહેરીને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને અસીમે કૅપ્શન આપી હતી, ‘આજના જુમ્માને આપણા આશીર્વાદના પ્રતીક તરીકે માન આપીને અલ્લાહે જે આપ્યું છે એનો આભાર માનીએ. આમીન.’

television news indian television entertainment news