અભિનેત્રી દીપિકા સિંહની માતા કોરોના પૉઝિટીવ,બેડ ન મળતાં સરકારને અપીલ

13 June, 2020 08:11 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી દીપિકા સિંહની માતા કોરોના પૉઝિટીવ,બેડ ન મળતાં સરકારને અપીલ

અભિનેત્રી દીપિકા સિંહની દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને અપીલ

દીયા ઔર બાતી હમ, કવચ 2 જેવા ધારાવાહિકોની અભિનેત્રી દીપિકા સિંહ ખૂબ જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. દીપિકાની માતા દિલ્હીમાં છે અને તે કોરોનાવાયરસની ચપેટમાં આવી ગયાં છે. જ્યારે અભિનેત્રી પોતે મુંબઇમાં ફસાયેલી છે અને તેને પોતાની માતાની ચિંતા થઈ રહી છે. દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી એક વીડિયો શૅર કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અપીલ કરી છે.

દીપિકા સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી વીડિયો શૅર કરતાં કહ્યું છે કે તેની માતાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. પણ હૉસ્પિટલે તેમને રિપોર્ટની કૉપી નથી આપી. પણ તેને તસવીર લેવા માટે કહી રહ્યા છે. રિપોર્ટ વગર હૉસ્પિટલ તેની માતાને દાખલ નથી કરી રહ્યા.

દીપિકાએ કહ્યું કે તેની માતા દિલ્હીના પહાડગંજમાં રહે છે. તેમનો પરિવાર સંયુક્ત પરિવાર છે જેમાં લગભગ 45 લોકો સાથે રહે છે. એવામાં જો કોઇ વ્યક્તિ કોરોના પૉઝિટીવ છે તો બીજાને પણ કોરોના સંક્રમિત થવાનું જોખમ છે. દીપિકા આગળ કહે છે કે તેમની દાદીને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને પિતામાં પણ લક્ષણ દેખાવા લાગ્યા છે.

દીપિકાએ સીએમ કેજરીવાલને પ્રાર્થના કરતાં કહ્યું કે, "હું મદદ ઇચ્છું છું. મને સમજાતું નથી કે આ વખતે શું પ્રતિક્રિયા આપવી જોઇએ. હું ખૂબ જ મુશ્કેલીમાં છું. મારો બે વર્ષનો દીકરો છે અને હું મુંબઇમાં ફસાયેલી છું. ત્યાં મારી માતાની સારવાર માટે કોઇ હૉસ્પિટલમાં દાખલ નથી કરવામાં આવતું. મારી બહેન ત્યાં ગઈ છે પણ તે પણ કંઇ નથી કરી શકતી. દિલ્હીના લેડી હેરિટેજ હૉસ્પિટલમાં ટેસ્ટ કરાવવામાં આવ્યું અને તેમાં માતામાં કોરોનાની પુષ્ટિ થઈ છે. પણ સારવાર માટે કંઇ કરી નથી શકતાં."

દીપિકાના કહ્યા પ્રમાણે, દિલ્હીના કોઇપણ હૉસ્પિટલમાં બેડ ખાલી નથી. આ સમયે તેમની માતાની ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે. દીપિકાએ પોતાના પતિનો ફોન નંબર પણ શૅર કર્યો છે. તેને આશા છે કે કોઇક સંબંધિત વ્યક્તિ આ વીડિયો જોઇને તેની મદદ જરૂર કરશે.

television news coronavirus covid19 arvind kejriwal delhi news national news